Aapnu Gujarat
બિઝનેસ

સ્માર્ટફોન વેચાણમાં નાનાં શહેરો મોખરે

સ્માર્ટફોનના વેચાણમાં ભોપાલ, ગુડગાંવ અને જયપુરે બીજી હરોળનાં શહેરોમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. ઇન્ટરનેશનલ ડેટ કોર્પોરેશનના અહેવાલ પ્રમાણે ત્રણેય શહેરમાં સ્માર્ટફોનનું વેચાણ અગાઉના ત્રિમાસિક ગાળાની તુલનામાં ૪૦ ટકાથી વધુ ઊછળ્યું છે.ત્રીજા ત્રિમાસિક ગાળામાં ભારત ખાતે સ્માર્ટફોનના કુલ વેચાણમાં ૫૦ મોટાં શહેરોનો હિસ્સો ૫૦ ટકા રહ્યો છે. આ શહેરોમાં બીજા ક્વાર્ટરની તુલનામાં ૨૭ ટકા વધારો નોંધાયો છે. ત્રીજા ક્વાર્ટરમાં પ્રથમ હરોળનાં શહેરોનું વેચાણ બીજા ક્વાર્ટરની તુલનામાં ૨૯ ટકા વધ્યું છે. સ્માર્ટફોનના વેચાણમાં દિલ્હી અને મુંબઈએ સરસાઈ જાળવી છે અને દેશનાં ૫૦ મોટાં શહેરોના કુલ વેચાણમાં તેમનો હિસ્સો ૨૫ ટકા રહ્યો છે. અગ્રણી ઇ-કોમર્સ કંપનીઓના મેગા ઓનલાઇન સેલને કારણે નાનાં-મોટાં તમામ શહેરોમાં સ્માર્ટફોનના વેચાણને વેગ મળ્યો છે. ટોપ-૫૦ શહેરોના વેચાણમાં ઇ-કોમર્સ કંપનીઓનો હિસ્સો લગભગ ૪૦ ટકા રહ્યો છે. જોકે, તહેવારોમાં વિવિધ સ્ટોર્સના વેચાણમાં મોટો ઉછાળો નોંધાયો ન હતો.અહેવાલ પ્રમાણે ભારતનાં ટોચનાં ૫૦ શહેરોમાં શાઓમીએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનું વેચાણમાં ૧૨૦ ટકા ઉછાળો નોંધાયો છે. કુલ વેચાણ વોલ્યુમમાં શાઓમી રેડમી નોટ-૪નો હિસ્સો ૪૦ ટકાથી વધુ રહ્યો છે, જે ટોપ-૫૦ શહેરોમાં સૌથી વધુ વેચાતું મોડલ છે. ત્રીજા ક્વાર્ટરમાં સેમસંગ ૧૫ ટકા વૃદ્ધિ સાથે બીજા ક્રમે સરકી છે.જોકે, મોટા ભાગનાં શહેરોમાં હજુ પણ તેનો દબદબો યથાવત્‌ છે. કંપનીના કુલ વેચાણ વોલ્યુમમાં ગેલેક્સી જે૨, જે૭ મેક્સ, જે૭ પ્રાઇમ અને જે૭ નેક્સ્ટનો સંયુક્ત હિસ્સો ૫૦ ટકા સુધી છે.લિનોવો (મોટોરોલા સહિત) અગાઉના ક્વાર્ટરની તુલનામાં ૮ ટકા વૃદ્ધિ સાથે ત્રીજા ક્રમે રહી છે. એફ૩ અને એફ૩ પ્લસ મોડલ્સની સફળતાને પગલે ઓપોએ ચોથું સ્થાન મેળવી લીધું છે. જ્યારે બીજા ક્વાર્ટરની તુલનામાં વેચાણમાં થોડા ઘટાડાને લીધે વિવો પાંચમા ક્રમે સરકી છે.જોકે, તેઓ સેમસંગ, ઓપો અને વિવોના રિટેલ ખર્ચ અને વ્યાપક નેટવર્ક સાથે કેવી રીતે સ્પર્ધા કરી શકશે એ જોવું રસપ્રદ બનશે.

Related posts

વોડાફોન-આઈડિયા રાઈટ્‌સ ઈશ્યુથી ૨૫૦૦૦ કરોડ એકત્રિત કરશે

aapnugujarat

સરકારે એડિબલ ઓઈલ ટેક્સમાં કર્યો બે ગણો વધારો

aapnugujarat

यात्री वाहनों की बिक्री मई में 20% घटी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1