Aapnu Gujarat
રમતગમત

વેસ્ટ ઇન્ડિઝ-ન્યુઝીલેન્ડ વચ્ચે આજથી વેલિંગ્ટનમાં ટેસ્ટ મેચ

વેસ્ટ ઇન્ડિઝ અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી બે ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ વેલિંગ્ટનના બેસિન રીઝર્વે ખાતે શરૂ થઇ રહી છે. આ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમ હોટફેવરટી તરીકે મેદાનમાં ઉતરશે. ઘરઆંગણે કેન વિલિયમસનના નેતૃત્વમાં ન્યુઝીલેન્ડની ટીમમાં અનેક મોટા સ્ટાર ખેલાડી છે. જેમાં વિલિયમસન ઉપરાંત રોસ ટેલરનો સમાવેશ થાય છે. બીજી બાજુ વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં પણ યુવા ઉભરતા ખેલાડી જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમ ઓલવરાઉન્ડર જેસન હોલ્ડરના નેતૃત્વમાં મેદાનમાં ઉતરી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિન્ડીઝની ટીમ સતત નિરાશાજનક દેખાવ કરી રહી છે. જેસન હોલ્ડર પર જોરદાર દેખાવ કરવાનુ દબાણ રહેશે. આંકડાની વાત કરવામાં આવે તો વેસ્ટ ઇન્ડિઝ પાછળ નથી. વિતેલા વર્ષોમાં જ્યારે વિન્ડીઝની ટીમમાં સ્ટાર ખેલાડી હતા ત્યારે વિન્ડીઝનુ પ્રભુત્વ રહ્યુ હતુ. જો કે નવી ટીમમાં પણ કેટલાક એવા ખેલાડી છે જે વિન્ડીઝ માટે નવી આશા જગાવી રહ્યા છે. વિન્ડીઝ ટીમના તમામ ખેલાડી નવા છે અને અનુભવ મેળવી લેવા માટે તૈયાર છે. આ ટેસ્ટ મેચ આવતીકાલે વહેલી પરોઢે શરૂ થશે. વેસ્ટ ઇન્ડિઝ અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચોની શ્રેણી બાદ ત્રણ વનડે અને ત્રણ ટ્‌વેન્ટી મેચો રમાનાર છે. ટેસ્ટ શ્રેણી બાદ બન્ને દેશો વચ્ચે વનડે શ્રેણી રમાશે. બન્ને દેશો વચ્ચે વનડે શ્રેણી પૈકીની પ્રથમ વનડે મેચ ૨૦મી ડિસેમ્બરના દિવસે રમાશે. જ્યારે બીજી વનડે મેચ ક્રાઇસ્ટચર્ચ ખાતે રમાનાર છે. ત્રીજી મેચ ૨૬મી ડિસેમ્બરના દિવસે રમાનાર છે. આવી જ રીતે ત્રણ ટ્‌વેન્ટી મેચોની શ્રેણીની મેચો પૈકી પ્રથમ મેચ નેલ્સન ખાતે રમાનાર છે. ઘરઆંગણે ન્યુઝીલેન્ડની ટીમ ત્રણે સ્વરૂપમાં જોરદાર દેખાવ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ન્યુઝીલેન્ડમાં વેસ્ટ ઇન્ડિઝ ટીમની કસૌટી થનાર છે. સ્પોર્ટસ ચેનલ પરથી મેચનુ પ્રસારણ આવતીકાલે વહેલી પરોઢે ૩.૩૦ વાગ્યાથી કરવામાં આવનાર છે. વિલિયમસન કેટલાક નવા રેકોર્ડ સર્જવા માટે મેદાનમાં ઉતરશે. રોસ ટેલર પણ વેસ્ટ ઇન્ડિઝ સાથે જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. ટીમમાં ગુપ્ટિલનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

Related posts

‘लेंथ’ में बदलाव करके बल्लेबाजों को चकमा दूंगा : शमी

aapnugujarat

धोनी को ही लेने दें संन्यास का फैसला : चेतन चौहान

aapnugujarat

टेस्ट टीम में डु प्लेसिस, लेकिन टी20 में कोई होगा और कप्तान : सीएसए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1