Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારે સસ્પેન્સની વચ્ચે આજે યુપીમાં મ્યુનિસિપલ રિઝલ્ટ

ઉત્તરપ્રદેશમાં મ્યુનિસિપલ ચૂંટણીના પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવનાર છે. પરિણામોને લઇને ભારે રાજકીય ઉત્સુકતા પ્રવર્તી રહી છે. ભારતીય જનતા પાર્ટી, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસની પ્રતિષ્ઠા આ ચૂંટણીને લઇને દાવ પર છે. મ્યુનિસિપલ ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કામાં મતદાન થયા બાદ હવે મતગણતરી આવતીકાલે શરૂ થશે. આવતીકાલે જ પરિણામ પણ જાહેર કરવામાં આવનાર છે. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ માટે આ ચૂંટણી ટેસ્ટ તરીકે છે. રસપ્રદ બાબત એ છે કે પ્રથમ વખત મોટી પાર્ટી સીધી રીતે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં મેદાનમાં છે. અંતિમ તબક્કામાં ૨૩૩ સ્થાનિક સંસ્થાઓ માટે છેલ્લા તબક્કામાં ૪૨૯૯ વોર્ડમાં ચૂંટણી યોજાઇ હતી. ૧૦૮૧૦ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હતા. કુલ ૯૪ લાખ જેટલા મતદારો હતા. યોગી આદિત્યનાથે આ ચૂંટણી પણ જીતવા માટે તમામ તાકાત લગાવી દીધી હતી. યોગીએ પોતે અનેક રેલીઓ કરી હતી. અનેક સ્થળ પર આક્રમક સંબોધન કરીને લોકોને પ્રભાવિત કરવાના પ્રયાસ કર્યા હતા. દરમિયાન મતદાર યાદીમાંથી નામ લાપતા થવાને લઇને વિવાદ સર્જાઇ ગયો છે. સોમવારના દિવસે લખનૌ જિલ્લા મેજિસ્ટ્રેટ કૌશલ શર્માએ ત્રણ બુથ લેવલના અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કા દરમિયાન મતદાર યાદીમાંથી મોટી સંખ્યામાં મતદારોના નામ લાપતા થયા બાદ ભારે હોબાળો થયો હતો. જેના કારણે સંબંધિત બુથના અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.મ્યુનિસિપલ ચૂંટણીને લઇને ઉત્તરપ્રદેશમાં તમામ રાજકીય પક્ષોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. આ પરિણામ એવા સમય જાહેર કરવામાં આવી રહ્યા છે જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે યોજાનાર છે.

Related posts

कट मनी का 75 फीसद हिस्सा लेने वालों को लौटाने होंगे रुपये : भारती घोष

aapnugujarat

पश्चिम बंगाल में अभी लागू नहीं होगा मोटर वीइकल ऐक्ट २०१९

aapnugujarat

मोदी सरकार का फैसला : अब 24 सप्ताह में भी कराया जा सकेगा गर्भपात

aapnugujarat

Leave a Comment

UA-96247877-1