Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સબરીમાલા મંદિર કિસ્સાને બંધારણીય બેંચને મોકલાયો

સુપ્રીમ કોર્ટે આજે કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ સાથે સંબંધિત મામલાને બંધારણીય પીઠમાં મોકલી દીધો હતો. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કોર્ટે પોતાના ચુકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ દિપક મિશ્રાના નેતૃત્વમાં ત્રણ જજની બેંચે એમિકસક્યુરી સહિત સંબંધિત પક્ષોથી બંધારણીય પીઠને પુછવામાં આવેલા પ્રશ્નોની યાદી તૈયાર કરવા માટે કહ્યું હતું. પીઠે એ વખતે કહ્યું હતું કે, તમામ પક્ષોના વકીલ એવા પ્રશ્નો તૈયાર કરે જે બંધારણીય રુપરેખા મુજબ રહે. તેમને બંધારણીય પીઠને મોકલી શકાય. કોર્ટે આજે આ મહત્વપૂર્ણ કેસ ઉપર સુનાવણી ચલાવતી વેળા આને બંધારણીય પીઠની પાસે સુનાવણી માટે મોકલી દેવાનો નિર્ણય કર્યો હતો. ગયા વર્ષે ૭મી નવેમ્બરના દિવસે કેરળ સરકારે સુપ્રીમ કોર્ટમાં માહિતી આપી હતી કે, સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને સમર્થનમાં તે છે. શરૂઆતમાં રાજ્યની એલડીએફ સરકારે વર્ષ ૨૦૦૭માં મહિલાઓના પ્રવેશ ઉપર પ્રગતિશીલ વલણ અપનાવી રાખ્યું હતું જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળી યુડીએફ સરકારે આ નિર્ણયને રદ કર્યો હતો. આ સમગ્ર મામલો પણ ખુબ જ સંવેદનશીલ હોવાથી આને લઇને માત્ર કેરળમાં જ નહીં બલ્કે દેશના અન્ય રાજ્યોમાં પણ નજર છે. સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશના મુદ્દા ઉપર ભારે હોબાળો થઇ ચુક્યો છે. મહિલાઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ સાથે સંબંધિત મામલાને બંધારણીય બેંચને મોકલી દેવામાં આવ્યા બાદ હવે આ સમગ્ર કેસમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. સુપ્રીમ કોર્ટની બંધારણી બેંચ દ્વારા હવે ક્યારે સુનાવણી કરવામાં આવશે તેને લઇને હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપી નથી.

Related posts

પુલવામા અટેક બાદ લોકોમાં આક્રોશ : દેખાવનો દોર જારી

aapnugujarat

देश गंभीर मंदी की चपेट में लेकिन कुंभकरण की नींद में सोई सरकार : कांग्रेस

aapnugujarat

રાજ્યસભા ચૂંટણી : આક્રમક નેતાને ટિકિટો આપવા તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1