Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાજ્યસભા ચૂંટણી : આક્રમક નેતાને ટિકિટો આપવા તૈયારી

રાજ્યસભાની ૫૫ સીટોને લઇને યોજાનાર ચૂંટણીને લઇને કોંગ્રેસ પાર્ટીએ પોતાની રણનિતી પર કામગીરી શરૂ કરી દીધી છે. કોંગ્રેસ પાર્ટીની નજર તેની ખાલી થઇ રહેલી ૧૩ સીટો પર કેન્દ્રિત થઇ ગઇ છે. ચોક્કસપણે આ ચૂંટણી બાદ કોંગ્રેસનુ સંખ્યાબળ ઘટનાર છે પરંતુ તે તમામ તાકાત લગાવી રહી છે. જે સીટો પર તેની વાપસીની આશા છે તે સીટો પર આક્રમક નેતાઓને મેદાનમાં ઉતારી દેવાની તૈયારી કરી દીધી છે. સુત્રોએ કહ્યુ છે કે આ વખતે નિવૃત થઇ રહેલા કેટલાક ચહેરામાંથી કોંગ્રેસ એવા લોકોને ફરી તક આપવા માંગે છે જે પાર્ટી માટે ઉપયોગી હોવાની સાથે સાથે સાધન સંપન્ન પણ હોય. એમ કહેવામાં આવે છે કે પ્રમોદ તિવારી, રાજીવ શુક્લા, અભિષેક મનુ સિંઘવીને ફરી તક આપવામાં આવી શકે છે. ચર્ચા છે કે ગુજરાતમાંથી સૈમ પિત્રોદાને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. બીજી બાજુ પૂર્વ સીએલપી નેતા શક્તિસિંહ ગોહિલનુ નામ પણ ચર્ચામાં છે. ગુજરાતમાંથી રાજસ્થાનના પૂર્વ મુખ્યપ્રધાન અને ગુજરાતના પ્રભારી અશોક ગહલોતને પણ મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. મહારાષ્ટ્રમાંથી રજનિ પાટિલ ને મિલિન્દ દેવડાના નામની પણ ચર્ચા છે. સિંઘવી રાજસ્થાનતી વાપસી કરી શકે છે. જ્યારે ઝારખંડમાંથી કોઇ મોટા માથાને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.કોંગ્રેસના જે નેતાઓ નિવૃત થઇ રહ્યા છે કે તેમાં પ્રમોદ તિવારી, રેણુકા ચોધરી, સત્યવ્રત ચતુર્વેદી, અભિષેક મનુ સિંઘવી, રાજીવ શુક્લા, કે. ચિરંજીવી, પ્રદીપ કુમાર, કે રહેમાન ખાન, નરેન્દ્ર બુધાનિયા, આનંદ ભાસ્કર રાપોલુ, રજની પાટિલ, શાદીલાલ બતરા અને મહેન્દ્રસિંહ મહરાનો સમાવેશ થાય છે. સુત્રોના કહેવા મુજબ કર્ણાટકમાં કોંગ્રેસની જેડીએસની સાથે અને પશ્ચિમ બંગાળમાં સીપીએમની સાથે વાતચીત ચાલી રહી છે. કર્ણાટકમાં કુલ ચાર સીટો ખાલી થઇ રહી છે જેમાંથી એક કોંગ્રેસ, એક ભાજપ અને એક જેડીએસ તેમજ એક અપક્ષ છે. વર્તમાન ગણિતની દ્રષ્ટિથી કોંગ્રેસની બે સીટો રહી છે. ત્રીજી સીટ માટે કોંગ્રેસ અને જેડીએસ બંને એકબીજાના સમર્થનની માંગ કરી રહ્યા છે. બીજી બાજુ વર્તમાન વિધાનસભાની ચૂંટણીના અનુસંધાનમાં જેડીએસ ભાજપનું ખુલ્લી રીતે સમર્થન કરી શકે તેમ નથી. અપક્ષ રાજીવ ચંદ્ર શેખરવાળી સીટ માટે જ્યાં પોતે ચદ્રશેખર પ્રયાસમાં છે. બીજી બાજુ ભાજપે પણ આ સીટ મેળવવાના પ્રયાસ શરૂ કરી દીધા છે. આવી જ રીતે પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ સીપીએમ સાથે વાતચીતમાં વ્યસ્ત છે. એવી શક્યતા છે કે, સીપીએમ આવી શરત ઉપર કોંગ્રેસને સમર્થન આપી શકે છે કે, ઉમેદવાર બંને પાર્ટીના હોવા જોઇએ નહીં. અન્ય નેતાઓ પણ છે જે નિવૃત થઇ રહ્યા છે જે રાજ્યોમાંથી તેની સીટો ખાલી થઇ રહી છે તેમાં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી બે બે સીટનો સમાવેશ થાય છે.

Related posts

બિલ્ડરો સાવધાન : જીએસટીના નામે ભાવ વધારો ગણાશે નફાખોરી

aapnugujarat

એટીએમ રોકડ કટોકટી હજુ પાંચ દિન રહેશે : નોટબંધીની યાદ તાજી

aapnugujarat

નાગાલેન્ડ ચૂંટણી : અડધાથી પણ વધુ ઉમેદવાર કરોડપતિ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1