Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પુલવામા અટેક બાદ લોકોમાં આક્રોશ : દેખાવનો દોર જારી

પુલવામાં સીઆરપીએફ કાફલા પર હુમલો કરવામાં આવ્યા બાદ લોકોમાં આક્રોશ શાંત થઇ રહ્યો નથી. આક્રોશ વધી રહ્યો છે. દેશભરમાં લોકો જાહેર માર્ગ પર ઉતરી ગયા છે. તેમન એક જ માંગ છે કે ત્રાસવાદીઓએ સામે કાર્યવાહી કરવામાં આવે અને તેમનો સફાયો કરવામાં આવે. ખુનનો બદલો ખુનથી લેવાની માંગ થઇ રહી છે. મોદી સરકાર પર દબાણ વધારવામાં આવી રહ્યુ છે.દેશમાં વિરોધ પ્રદર્શન કરવા માટે તમામ સંગઠનના લોકો, રાજકીય પક્ષોના લોકો પણ જોડાયા છે. વીએચપી-બજરંગ દળ, કોંગ્રેસ, ઓબીસી,એસસી-એસટી લઘુમતી એકતા મંચ, એનએસયુઆઇ સહિતના સંગઠનોએ કુખ્યાત આંતકવાદી, પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ સળગાવવાના કાર્યક્રમ યોજ્યા હતા. પાકિસ્તાન સામે નારાજગી વ્યક્ત કરીને જોરદાર સૂત્રોચ્ચા કરવામાં આવ્યા હતા. પાકિસ્તાન અને આંતકવાદીઓ સામે ફિટકાર સહિતના અનેક જલદ અને વિરોધદર્શક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ અને પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાનખાનના પૂતળાદહનના કાર્યક્રમ દરમ્યાન ઓબીસી,એસસી-એસટી લઘુમતી એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશભાઇ ભરવાડે આંતકવાદીઓના કૃત્યને કાયરતાપૂર્ણ અને પાકિસ્તાનની માનસિક વિકૃતિ ગણાવી હતી. ઓપરેશન ઓલઆઉટથી ડરેલા આંતકીવાદીઓએ આ કૃત્ય કર્યું છે, જેને વખોડવા કે દુઃખ વ્યકત કરવા શબ્દો પણ નથી. દેશની જનતામાં ઉગ્ર આક્રોશ ભભૂકયો છેે ત્યારે સરકારે હવે પાકિસ્તાનને તેની જ ભાષામાં જડબાતોડ જવાબ આપવો જોઇએ એ હવે દેશના લોકોની લાગણી છે. પાકિસ્તાનને તેના ઘરમાં ઘૂસીને પાઠ ભણાવવાની ઘડી હવે આવી ગઇ છે. બોલિવુડ અને જુદી જુદી રમતના લોકો પણ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. આના માટે વિવિધ કાર્યક્રમ યોજી રહ્યા છે.
દેશના મોટાભાગના વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન જારી છે. વાણિજ્ય પાટનગર મુંબઈમાં પણ દેખાવ કરવામાં આવી રહ્યા છે. લોકલ ટ્રેન સેવાના રૂટ ઉપર દેખાવો કરવામાં આવ્યા હતા. દિલ્હી અને એનસીઆરના વિસ્તારો, રાજસ્થાનમાં જયપુર, અજમેર અન્ય મોટા શહેરો, મધ્યપ્રદેશના તમામ મોટા શહેરો, ઉત્તરપ્રદેશમાં પણ વિરોધ પ્રદર્શનનો દોર જારી રહ્યો હતો. શહીદ જવાનોના સન્માનમાં કાર્યક્રમ યોજાયા હતા. તેમને અંજલી આપવામાં આવી હતી. સાથે સાથે પાકિસ્તાન અને આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવા લોકોની માંગ અકબંધ રહી હતી. કેન્ડલ માર્ચનું આયોજન પણ અનેક જગ્યાઓએ કરાયું હતું.

Related posts

કોવિડ – ૧૯ના દિલ્હીમાં ઓછા કેસ નોંધાયા

editor

મધ્યપ્રદેશમાં કેશ સ્કેન્ડલ બાદ કમલનાથની મુશ્કેલી વધી શકે

aapnugujarat

राहुल गांधी की ताजपोशी की तैयारियां तेज हुई : शहजाद पूनावाला ने सवाल उठाए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1