Aapnu Gujarat
બ્લોગ

મોબાઇલનું રેડીયેશન કેટલું જોખમી

મુંબઈમાં પોવાઈ સ્થિત પ્રતિષ્ઠિત સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજીના ડીપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રીકલ એન્જિનિયર પ્રોફેસર ગિરીશકુમાર અને તેની ટીમે ઊંડા અભ્યાસ પછી પોતાના તારણો ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સને સુપરત કર્યા છે.પ્રો. ગિરીશકુમારે સેલફોન રેડિયેશન એટલે કે તેમાં પ્રસરતા તરંગોરૂપે વીજ ચુંબકીય વિકીરણ ઊર્જા વિષે વ્યાપક સંશોધન કર્યું છે. તેની માણસો પર આરોગ્યને હાનિકારક અસરો વિષે અભ્યાસ કર્યો છે. તેમણે સેલફોનના અતિરેક ઉપયોગ સામે લોકોને ચેતવણી આપતા જણાવ્યું છે કે તેનાથી કેન્સર, મગજમાં ગાંઠ થવી અને બીજી આરોગ્યની હાનિનું જોખમ ઉભું થાય છે. વધારે તો બાળકો માટે જોખમ ઉભું થાય છે તેમના તારણ પ્રમાણે બાળકો, તરુણો અને સગર્ભા સ્ત્રીઓએ સેલફોનનો ઉપયોગ ન કરવો જોઈએ.જે ‘ટીનેજરો’ સેલફોનનો અતિરેક કરે છે તેમના પર દિમાગનું કેન્સર થવાના જોખમમાં ૪૦૦ ટકાનો વધારો થાય છે. બાળકો પર સેલફોન રેડિયેશનનું સવિશેષ જોખમ ઉભું થાય છે. બાળકોની ખોપરી પાતળી હોય છે તેથી બાળકની વય જેમ ઓછી તેમ સેલફોન રેડિયેશન એટલે કે વીજ ચુંબકીય વિકીરણ ઊર્જા વઘુ ઊંડે સુધી પ્રવેશે છે. જ્યારે વીજ ચુંબકીય વિકીરણ એટલે કે ઇલેક્ટ્રો મેગ્નેટિક રેડિયેશન સેલફોન મસ્તિષ્ક સાથે અથડાય છે ત્યારે પુખ્ત વયની વ્યક્તિની ખોપરીમાં ૨૫ ટકા, ૧૦ વર્ષના બાળકની ખોપરીમાં ૫૦ ટકા અને પાંચ વર્ષના બાળકની ખોપરીમાં ૭૫ ટકા પ્રવેશી જાય છે.
સેલફોનનો ઉપયોગ એક દિવસમાં ૩૦ મિનિટથી વઘારે દસ વર્ષ સુધી કરતા રહેવામાં આવે તો શ્રવણેન્દ્રીયની ચેતાને હાનિ પહોંચે છે તેને ‘એકાઉસ્ટીક ન્યૂરોમા’ કહે છે. જો તે ચેતાના મૂળના આવરણ પર થઈ હોય તો કાનમાં પીડા થાય છે.સેલફોન રેડિયેશનને લીધે પુરુષોમાં ઉલ્ટાવી ન શકાય તેવી ફળદ્રુપતાને હાનિ થાય છે.
નપુંસકતા લાવે છ. સેલફોનનો અતિ ઉપયોગ કરનારાાં શુક્રાણુની સંખ્યા ૩૦ ટકા ઘટી જતી માલુમ પડી છે.સેલફોન રેડિયેશનની ફ્રીકવન્સી શરીરમાં આરોપણ (ઇમ્પ્લાન્ટ) કરવામાં આવેલી જીવન બચાવ ઇલેક્ટ્રોનિક પ્રયુક્તિના કાર્યમાં વિક્ષેપણ સર્જતો જે બે વ્યક્તિ સામે મોટું જીવનું જોખમ ઉભું થાય છે. આવો પ્રયુક્તિઓ પૈકી એકને પેસમેકર અથવા પલ્સ જનરેટર કહે છે. જેમને હૃદયના ધબકારા ઓછા થઈ ગયા હોય કે અનિયમિત થઈ ગયા હોય તેવા લોકોને પેસમેકર ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે.સેલફોનના પ્રભાવને કારણે માનવી તેમજ પ્રાણીઓના કોષોમાં તણાવ પ્રતિભાવને ક્રિયાશીલ કર છે તેનાથી તે કોષોમાં તણાવ પ્રોટીન બને છે આપણે જાણીએ છીએ આપણા કે પ્રાણીઓના શરીરના કોષોમાં વિવિધ પ્રકારના પ્રોટીન બને છે. પ્રોટીન જ શરીરના માળખામાં ‘ઈંટ અને ચૂનો’ છે તેના થકી જ શરીરનું બાંધકામ અને સમારકામ થાય છે.જે લોકો સેલફોનનો રોજ ૩૦ મિનિટ કરતા વધારે સમય માટે ચાર વર્ષથી વધારે વર્ષો ઉપયોગ કરે છે તેમની શ્રવણશક્તિ ઘટી જાય છે. સેલફોન રેડિયેશનના કારણે તેમના કાનમાં ઘંટડી વાગતી હોય તેવું લાગે છે અને અંદરના કાનમાં રહેલા શ્રવણકોષોને હાનિ પહોંચે છે. એક વખત વાળ જેવા કોષોને હાનિ પહોંચે છે તે પણ તે કહી પુનર્જનન પામતા નથી.સેલફોનનો વારંવાર ઉપયોગ કરવાથી આપણા દ્રષ્ટિતંત્રને પણ ઘણી રીતે હાનિ પહોંચાડે છે. સેલફોનની ફ્રીકવન્સી (૯૦૦ મેગાહર્ટઝ, ૧૮૦૦ મેગાહર્ટઝ અને ૨૪૫૦ મેગાહર્ટઝ) આંખના અધિચ્છદી કોષોને ઇજા પહોંચાડે છે અને આંખની અંદર તાપમાન વધારે છે.સેલફોનના રેડિયેશનના લીધે હાડકા નબળા પડે છે અને મેલાટોનિનની માત્રામાં ઘટાડો કરે છે. મેલાટોનિક એન્ટિઓક્સિડન્ટ છે. તે રોગપ્રતિકાર તંત્રને પ્રવર્ધ કરે છે.આપણી લાળગ્રંથિના કેન્સરના જોખમમાં સેલફોનના ઉપયોગથી વધારો થાય છે.આપણી આસપાસ ઇલેક્ટ્રો મેગ્નેટિક (વીજ ચુંબકીય) ક્ષેત્રના પ્રભાવના કારણે નિદ્રામાં અવ્યવસ્થા સર્જાય છે. ઊંઘ બરાબર આવતી નથી અને તેનાથી ચેતાતંત્રના અપહ્રાસને લીધે થતા અલ્ઝાયમર્સ અને પાર્કિન્સન રોગો જેવા રોગો થઈ શકે છે. મહદઅંશે વૃદ્ધાવસ્થામાં થતા આ રોગો છે. અલ્ઝાયમર્સ રોગોમાં સ્મૃતિલોપ થઈ જાય છે અને પાર્કિન્સન રોગને કંપવા કહે છે. તેનો કોઈ ઉપચાર નથી દર્દીની સ્થિતિ ઘણી દયાજનક થઈ જાય છે.
માત્ર માનવીઓ પર જ આવી આરોગ્યને હાનિકારક અસરો થાય તેવું નથી. વીજ ચુંબકીય પાર્શ્વતી રવ (નોઇસ)ના કારણે મધમાખીઓ અને પક્ષીઓ ભ્રમિત થઈ જાય છે અને પોતાના મધપુડામાં કે માળામાં પાછા આવી શકતા નથી તેની પ્રાણીઓ પર, છોડવાઓ પર અને પર્યાવરણ પર વિપરીત અસરો થાય છે.
આઇઆઇટી પોવાઇ મુંબઈના પ્રોફેસર ગિરીશકુમારના આ બધા તારણો તેમના ઊંડા અને વ્યાયક અભ્યાસ અને સંશોધન પછી તારવ્યા છે દેખીતી રીતે જ તે આંખ ઉઘાડનારા છે.
આપણે કદિ મધમાખી, કબૂતરો, ચકલીઓ અથવા અન્ય પક્ષીઓને સેલ ટાવરો પાસે ઉડતા કે સેલટાવરો પર બેસતા જોતા નથી. તેમના નૌનયન કૌશલ્યને (દિશા પારખવાની આવડત)ને સેલ ટાવરનું ચુંબકીય ક્ષેત્ર ખલેલ પહોંચાડે છે તેમને પોતાનો મધપૂડો કે માળો જડે નહી. વીજ ચુંબકીય પ્રદુષણમાં વધતા જતા વધારાથી મધમાખી અને પક્ષીઓની આખી વસાહત ખાલી થઈ જાય છે. તેને અંગ્રેજીમાં ‘કોલોની કોલેપ્સ ડીસઓર્ડર’ કહે છે ટૂંકમાં ‘સીસીડી’ કહે છે. મધમાખીઓને તેમના મધપુડાએ પાછા ફરવાનો રસ્તો જડતો નથી. તાજેતરમાં કેરલમાં વેપારી ધોરણે મધમાખીની વસ્તી ઉછેરવામાં આવે છે તેમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. કેરલ એવું રાજ્ય છે જ્યાં સૌથી વધારે સેલટાવરનું ઘટત્વ છે તે મધમાખીઓ પર ગંભીર ખતરો બની રહેલ છે.
જ્યારે પક્ષીઓ પર મંદ વીજ ચુંબકીય ક્ષેત્રથી પ્રભાવી થાય છે ત્યારે તેઓ ભ્રમિત થઈ જાયછે અને બધા દિશામાં ઉઢવા માંડે છે. વીજ ચુંબકીય વિકીરણ (ઇલેક્ટ્રો મેગ્નેટિક રેડિયેશન)ની ખલેલ પક્ષીઓ માટે અદ્રશ્ય દુશ્મન જેવી છે. તે પ્રવાસી પંખીઓની દિશા પરથી સૂઝને એટલે કે નૌનયન ક્ષમતાને પણ અસર કરે છે. પ્રવાસી પંખીઓ ૨૩૦ જાતિઓ છે તેમાંના લાખો પક્ષીઓ દર વર્ષે મોતને ઘાટ ઉતરી જાય છે. જ્યારેપક્ષીઓ પોતાની પ્રવાસની દિશા પારખવા પૃથ્વીના ઉત્તર દક્ષિણ ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરતા હોય છે ત્યારે સંભવતઃ ટેલિ કોમ્યુનિકેશનના ઊંચા મિનારામાંથી આવતા માઇક્રોવેવ વિકીરણથી ભ્રમિત થઈ અકસ્માત પામતા હોઈ શકે.સેલ ટાવરોના રેડિયેશનના કારણે અને તેની નજીકના વિસ્તારમાં આવેલ શાકભાજી, અનાજ પાક અને છોડવાઓને પણ અસર કરે છે. કેટલાક અભ્યાસો પરથી જાણવા મળ્યું છે કે આ રેડિયેશન બીજને રૂંધે છે તેના કારણે તેના ફણગા ફૂટવાને અને તેના મૂળની વૃદ્ધિ અટકાવે છે. તેના કારણે રીતે કૃષિ પેદાશો અને છોડવાઓની સર્વગ્રાહી વૃદ્ધિને અસર કરે છે. તેના કારણે જ્યાં ખેતર પાસેથી ઊંચા ઇલેક્ટ્રો મેગ્નેટિક લાઇન પસાર થાય છે તેમાં ઘઊં અને મકાઈનું ઉત્પાદન ઘટેલું હોવાના અહેવાલો છે.સેલ ટાવરો (મોબાઇલ ટાવરો)ને રહેણાંકના ગીચ વિસ્તારમાં સ્થાપિત ન કરવા જોઈએ. શાળાઓ, રમતના મેદાનો અને હોસ્પિટલ નજીક પણ સ્થાપિત ન કરવા જોઈએ. આજની માત્રાના દશમા ભાગ જેટલું રેડિયેશન ફ્રિકવન્સી પ્રભાવ નીચે લાવો. સેલ ટાવરોની પ્રસારણ ઊર્જા ઓછી રાખવા સેલ ટાવરોની સંખ્યા વધારી શકાય. રેડિયો ફ્રિકવન્સી સંકેતો નબળા હોય તો વિવર્ધકો મૂકી શકાય છે પરંતુ એટલું હંમેશા યાદ રાખવું જોઈએ કે રહેણાંક વિસ્તારના નજીકના વિસ્તારમાં રીપીટર્સ એન્ટેના કે વર્કંગિ સ્ટેશનોએ ૦.૧ વોટથી વઘુ રેડિયેશનનું ઉત્સર્જન ન કરવું જોઈએ. તે જ પ્રમાણે શહેરના ગીચ વિસ્તારમાં સેલ ટાવર માટેની આ મર્યાદા બે વોટ્‌સની છે પરંતુ આઘાતજનક વાત એ છે કે સેલ ટાવરો ૪૦૦ વોટ્‌સ સુધીના રેડિયેશનનું ઉત્પાદન કરે છે. ૫૦૦ મીટરથી એક કિલોમીટરના અંતર સુધી સેલ ટાવર, ટી.વી. ટાવર કે એફએમ ટાવરના રેડિયેશનને અવરોધવા તારની જાળી, વોટર કર્ટન કે છોડવા ઉગાડવાનું પણ નિષ્ણાતોનું સૂચન છે. નાગરિકો આવા ટાવર વિશે સત્તાવાળાઓને ફરિયાદ પણ કરી શકે છે.યુરોપના લોકોની સરખામણી ભારતના લોકોનો સેલફોનનો ઉપયોગ વધારે જોખમી છે. કારણ કે આ દેશની આબોહવા ગરમ છે, બોડી માસ ઇન્ડેક્સ (બી.એમ.આઇ.) ઓછો છે અને ચરબીનું પ્રમાણ પણ ઓછું છે. આ માટે સમિતિએ ‘ઇન્ડિયન ટેલિફોન એક્ટ ૧૮૮૫’માં સુધારો સૂચવ્યો છેકે રેડિયેશનના નિશ્ચિત ધોરણોને સંતોષતા હોય તેવા મોબાઇલ હેન્ડસેટને જ આ દેશમાં ઉપયોગ માટે મંજૂરી આપવી.

Related posts

બકાના ગતકડાં : વ્રતનું જાગરણ

editor

जब कश्मीर गुनगुनायेंगा- ये कहां आ गये हम भारत के साथ चलते चलते..!

aapnugujarat

‘થલાઇવા’ની રાજકારણમાં એન્ટ્રી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1