Aapnu Gujarat
ગુજરાત

બાયોટેકનોલોજી અને એન્જિનીયરીંગમાં સંશોધન-શિક્ષણ માટે રાજ્યમાં ૨૬ બાયો ઇન્ફોર્મેટિક્સ, ડિઝાઇન લેબ અને હાઇ પરફોર્મન્સ સુપર કોમ્પ્યુટિંગ લેબની રચના માટે મુખ્યમંત્રી રૂપાણીની મંજૂરી

રાજ્યમાં જ્ઞાન આધારિત અર્થ વ્યવસ્થાના વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. બાયોટેકનોલોજી અને એન્જિનીયરીંગ ક્ષેત્રનો વ્યાપ વધે તે માટે રાજ્ય સરકારે ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આ અંગે કુશળ અને તાલીમબદ્ધ માનવબળ ઉભું થાય તેમજ સંશોધન અને શિક્ષણ માટે રાજ્યમાં ૨૬ બાયો ઇન્ફોર્મેટીકસ લેબ, ડિઝાઇન લેબ અને પરફોર્મન્સ સુપર કોમ્પ્યુટિંગ લેબના નિર્માણ માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મંજૂરી આપી છે. રાજ્યની ૨૬ મહત્વની યુનિવર્સિટીઓ, કોલેજો, સંસ્થાઓમાં રૂ. ૩૪૩ લાખના ખર્ચે નિર્માણ થનાર આ લેબથી જૈવિક માહિતી, ડી.એન.એ. અને જીનોમનું વિશ્લેષણ સરળ બનશે/

રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા જણાવાયાનુસાર આ લેબ થવાથી એન્જિનીયરિંગ અને બાયોઇન્ફર્મેટિક્સ ક્ષેત્રે યુનિવર્સિટીઓ અને કોલેજોમાં હાઈ પરફોર્મન્સ સુપરકોમ્પ્યુટિંગ દ્વારા અત્યાધુનિક ડેટા પ્રોસેસીંગ, કોમ્પ્યુટર સીમ્યુલેશન તેમજ ડેટા એનાલીસીસ શક્ય બનશે. ડિઝાઈન લેબ દ્વારા વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો તથા સંશોધકોની સર્જનાત્મક ક્ષમતા વધશે અને રાજ્યમાં ઇનોવેશન કલ્ચરને વેગ મળશે. તેમજ ગુજરાતની ૨૬ યુનિવર્સિટીઓ / કોલેજો / સંસ્થાઓને અદ્યતન હાઈ પરફોર્મન્સ સુપરકોમ્પ્યુટિંગ સર્વર્સ, વર્કસ્ટેશન તેમજ જીનોમના વિશ્લેષણ માટેના આધુનિક સોફ્ટવેર પેકેજીસ જેવી સવલતોથી સુસજજ કરવામાં આવશે. આવી સુવિધાઓના લાભથી રાજ્યના સંશોધકો વિવિધ પ્રકારના ડેટાબેઝ, જીનોમ એનાલીસીસ પાઈપલાઈન્સ અને એપ્લીકેશન ડેવલપમેન્ટ કરવા સક્ષમ બનશે. આ ફેસેલિટી દ્વારા રાજ્યમાં બાયોટેકનોલોજી અને એન્જિનીયરીંગ ક્ષેત્રે પ્રોડક્ટ, પ્રોસેસ ડેવલપમેન્ટ તેમજ વિવિધ સમસ્યાઓના નિવારણનો સમયગાળો ટૂંકો કરી શકાશે અને રાજ્યના વિકાસમાં પોતાનું આગવું યોગદાન પૂરૂં પાડશે એવી સંભાવનાઓ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, માનવજાત અનંતકાળથી સ્વાસ્થ્ય, ખેતી, પર્યાવરણ વગેરેને લગતી સમસ્યાઓ સામે ઝઝુમતી રહી છે. બાયોઇન્ફોર્મેટિક્સને એક આધુનિક વિજ્ઞાન છે કે જેના માધ્યમ દ્વારા સજીવોના ડી.એન.એ. તેમજ જીનોમનું પૃથ્થકરણ કરવા માટે બીગ ડેટા એનાલીસીસ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ વગેરે જેવી આઈ.ટી. આધારિત તકનીકોનો ઉપયોગ વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે કરવામાં આવે છે.

રાજ્યમાં જ્ઞાન આધારિત અર્થવ્યવસ્થાના વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ માટે રાજ્યમાં વૈજ્ઞાનિક ટેકનોલોજીનો ઉદ્યોગોમાં ઉપયોગ કરવામાં આવે અને તે દ્વારા રાજ્યના મહત્વના પ્રશ્નોનો ઉકેલ આવે, રોજગારી વધે અને અર્થવ્યવસ્થા મજબૂત બને તેવા બહુવિધ આશયથી રાજ્ય સરકારે બાયોટેકનોલોજી અને અન્ય ઉચ્ચ ટેકનોલોજીઓના વિકાસને મહત્વ આપીને ઓદ્યોગિક/શૈક્ષણિક/સંશોધકીય પ્રોત્સાહનો જાહેર કરેલા છે. બાયોટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક્સ પોલીસીઓ એ રાજ્ય સરકારના આ દિશામાં મહત્વના પગલાંઓ છે. આ ઉપરાંત બાયોટેકનોલોજી અને બાયોઇન્ફર્મેટિક્સના વિકાસ માટે રાજ્ય સરકારે અતિ આધુનિક સુવિધાઓ સાથે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરની સ્થાપના કરી છે, કે જે રાજ્યના સંશોધકોને રિસર્ચ ફેસેલીટી પૂરી પાડશે.

Related posts

તાપી રીવર લિંક પ્રાેજેક્ટમાં સ્વેત પત્ર બહાર પાડવાના કોંગ્રેસના વિધાન સામે આદિવાસી મંત્રીઓએ આ વાત કહી

aapnugujarat

સિવિલમાં સ્વાઈનફલુથી વધુ એક દર્દીનું મોત

aapnugujarat

मनरेगा योजना में बड़ा घोटाला, डेटा के साथ छेड़खानी कर बिल कराया पास

editor

Leave a Comment

UA-96247877-1