Aapnu Gujarat
રમતગમત

અન્ડર-૧૭ ફિફા વર્લ્ડકપ આજથી શરૂ : કરોડો લોકો ભારે રોમાંચિત

જેની ઉત્સુકતાપૂર્વક કરોડો ફુટબોલ પ્રેમીઓ રાહ જોઈ રહ્યા હતા તે અન્ડર-૧૭ ફિફા વર્લ્ડકપ ફૂટબોલની આવતીકાલથી ભારતમાં શરૂઆત થઇ રહી છે. આની સાથે જ ભારતનું પણ એક મોટુ સપનું પુર્ણ થનાર છે. ભારતીય ચાહકોને ઘરઆંગણે અન્ડર-૧૭ ફિફા વર્લ્ડકપની મેચો જોવાની મજા પડી જશે. ભારતીય ટીમ પણ કરોડો ઉમ્મીદોની સાથે મેદાનમાં ઉતરી રહી છે. ભારતીય ફુટબોલ માટે આ ટુર્નામેન્ટ ખુબ જ મહત્વપૂર્ણ છે. ભારતીય ફૂટબોલ માટે છઠ્ઠી ઓક્ટોબરનો દિવસ ઐતિહાસિક બની રહેશે જ્યારે ભારત પ્રથમ વખત કોઇપણ વર્ગમાં ફિફા મંચ ઉપર પોતાની ઉપસ્થિતિ નોંધાવવા માટે મેદાનમાં ઉતરશે. આનાથી ભારતમાં ફૂટબોલને નવી દિશા મળી શકે છે. દુનિયાના બીજા સૌથી મોટા દેશ ભારતના લોકોને ફિફા અન્ડર-૧૭થી ખુબ આશા રહેલી છે. ફુટબોલ ટીમ ફિફા વિશ્વકપમાં મેદાનમાં ઉતરી રહી છે. ભારતના યજમાનપદ હેઠળ પ્રથમ વખત ફિફા અન્ડર-૧૭ વર્લ્ડકપનું આયોજન છઠ્ઠી ઓક્ટોબરના દિવસે થશે. યજમાન ટીમ હોવાના કારણે ભારતને ટુર્નામેન્ટમાં એન્ટ્રી મળી ગઈ છે. અલબત્ત ટીમ સંપૂર્ણપણે તૈયાર છે અને જોરદાર મહેનત કર્યા બાદ દુનિયાની ૨૪ દિગ્ગજ ટીમો માટે પોતાની દાવેદારી રજૂ કરશે. ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચમાં આવતીકાલે અમેરિકા સામે રમશે. ત્યારબાદ ભારત પોતાની અન્ય મેચ ૯મી ઓક્ટોબરે કોલંબિયા સામે, ૧૨મી ઓક્ટોબરે ઘાના સામે રમશે. ભારતીય ફૂટબોલ માટે આ ક્ષણ ખુબ જ ઐતિહાસિક બની રહેશે. દુનિયાની ૨૪ ટીમો વચ્ચે ફિફા-૧૭ જંગ ખેલાનાર છે. ભારત પણ પ્રબળ દાવેદાર તરીકે ઘરઆંગણે ઉતરશે. અલબત્ત ભારતીય ટીમ ફેવરિટ તરીકે દેખાઈ રહી નથી પરંતુ ટીમ સ્થાનિક અને સ્થાનિક પરિસ્થિતિમાં લાભ ઉઠાવવા માટે પ્રયાસ કરશે. જાણકાર લોકો માની રહ્યા છે કે, જો ભારતીય ટીમ શાનદાર દેખાવ કરવામાં સફળ રહેશે તો આંતરરાષ્ટ્રીય મંચ ઉપર સૌથી વધારે રમાતા ફુટબોલનું ચિત્ર ભારતમાં બદલાઈ શકે છે. ટીમ ઇન્ડિયા પાસેથી આવી જ અપેક્ષા રાખવામાં આવી રહી છે. વિશ્વકપનું યજમાનપદ મળ્યા બાદથી જ ટીમ ઇન્ડિયા જોરદાર તૈયારી કરી રહી હતી. ભારતીય ટીમે લાંબા સમય સુધી યુરોપમાં તૈયારી કરી છે. અનેક ક્લબની સાથે તૈયારીઓ કરી છે. ભારતીય ટીમે જર્મની, સ્પેન, દુબઈ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલનો પ્રવાસ કર્યો છે. આ ઉપરાંત એએફસી અન્ડર-૧૬ ચેમ્પિયનશીપ, એઆઈએએફ યુથ કપ, અન્ડર-૧૭ બ્રિક્સ ટુર્નામેન્ટમાં પણ રમવાનો અનુભવ લીધો છે. ભારતીય ટીમ અમરજીતસિંહના નેતૃત્વમાં મેદાનમાં ઉતરી રહી છે. આવતીકાલથી શરૂ થતી આ સ્પર્ધાનું આયોજન ફિફા દ્વારા કરવામાં આવ્યું છે. ૨૮મી ઓક્ટોબર સુધી સ્પર્ધા ચાલશે. ૨૪ ટીમો આમા મેદાનમાં ઉતરી રહી છે. ભારત દ્વારા ફિફા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતા ચાહકો રોમાંચ અનુભવી રહ્યા છે. ૨૦૧૩ બાદથી અન્ડર-૧૭ વિશ્વકપનું આયોજન કરનાર ભારત પ્રથમ એશિયન દેશ બનવા જઇ રહ્યું છે. આ મેચો છ યજમાન શહેરોમાં છ સ્ટેડિયમોમાં રમાશે. ફાઈનલ મેચ પશ્ચિમ બંગાળના કોલકાતાના સોલ્ટલેક સ્ટેડિયમ ખાતે રમાશે. યજમાન ભારત ઉપરાંત અન્ય ૨૩ ટીમો જુદી જુદી સ્પર્ધામાં ભાગ લીધા બાદ ક્વોલિફાઇ થઇ છે. ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં ટીમો પોઇન્ટ માટે ચાર ટીમોના રાઉન્ડ રોબીન ગ્રુપમાં સ્પર્ધા કરશે. દરેક ગ્રુપમાં બે ટોપ ટીમ આગેકૂચ કરશે. જ્યારે ટોપ ચારની ત્રીજા સ્થાનની ટીમો પણ આગેકૂચ કરશે. નોકઆઉટ તબક્કામાં ૧૬ ટીમો પહોંચશે. વર્તમાન ફિફા-૧૭ વિશ્વ ચેમ્પિયન નાઇઝિરિયાને આ એડિશનમાં ક્વાલિફાઈ કરવામાં સફળતા મળી નથી. ક્વોલિફાઇ થવામાં નિષ્ફળ રહ્યા બાદ નાઇઝિરિયા વર્ષ ૨૦૦૯માં સ્વિત્ઝર્લેન્ડ બાદ વર્તમાન ચેમ્પિયન એન્ટ્રી કરવામાં નિષ્ફળ રહી હોવાની આ પ્રથમ ઘટના છે. યજમાન ભારત કોઇપણ વયના ગ્રુપમાં પ્રથમ વર્લ્ડકપમાં ભાગ લેનાર છે.

Related posts

ટેસ્ટ શ્રેણીમાં ભારતની આશાનો ભાર બેટ્‌સમેનો પર રહેશે : ગાંગુલી

aapnugujarat

પીટરસને આઈસીસી પર ઈંગ્લેન્ડમાં મેચ આયોજન કરાવવા પર સવાલ ઉઠાવ્યા

editor

मार्करम टेस्ट से बाहर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1