Aapnu Gujarat
રમતગમત

પીટરસને આઈસીસી પર ઈંગ્લેન્ડમાં મેચ આયોજન કરાવવા પર સવાલ ઉઠાવ્યા

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ વરસાદને કારણે ડ્રો તરફ આગળ વધી રહી છે. ચોથા દિવસે વરસાદને કારણે એક પણ બોલ ફેંકાયા વગર દિવસ પૂરો થઈ ગયો. ત્રીજા દિવસે પણ ખરાબ પ્રકાશને કારણે દિવસ પહેલો પૂરો કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી ચાર દિવસના મુકાબલામાં માત્ર ૧૪૦ ઓવર જેટલી રમત શક્ય બની છે. તેવામાં ઈંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ બેટ્‌સમેન કેવિન પીટરસનએ આઈસીસી પર ફાઇનલનું આયોજન ઈંગ્લેન્ડમાં કરાવવા પર સવાલ ઉઠાવ્યા છે.
વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં વરસાદના કહેરને જાેતા ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન પીટરસને કહ્યું, ખુબ મહત્વની કોઈપણ ક્રિકેટ મેચ પોતાના અસ્થિર હવામાન માટે બદનામ બ્રિટનમાં આયોજીત ન કરવી જાેઈએ.
કેવિન પીટરસને આ મહત્વપૂર્ણ ફાઇનલ માટે સાઉથમ્પ્ટનની પસંદગી કરવા માટે આઈસીસીના ર્નિણય પર સવાલ ઉઠાવતા કહ્યું- તે જાેવા મને પીડા થઈ રહી છે, પરંતુ કોઈ ખુબ મહત્વપૂર્ણ મેચ બ્રિટનમાં ન રમાવી જાેઈએ.
પીટરસનનું માનવુ છે કે ફાઇનલ જેવી મેચ દુબઈમાં રમાવી જાેઈએ, જ્યાં હવામાન સાથે જાેડાયેલા વિધ્નની ખુબ ઓછી સંભાવનાઓ હોય છે. તેમણે કહ્યું- જાે મારે પસંદગી કરવાની હોત તો હું ફાઇનલ જેવી મેચ માટે દુબઈની પસંદગી કરત. નૈસર્ગિક સ્થલ, શાનદાર સ્ટેડિયમ, હવામાન સારૂ રહેવાની ગેરંટી, પ્રેક્ટિસની શાનદાર સુવિધા અને યાત્રા માટે ઉત્તમ સ્થળ અને હાં સ્ટેડિયમની નજીક આઈસીસીનું મુખ્યાલય પણ છે.
તો પૂર્વ ભારતીય બેટ્‌સમેન વીરેન્દ્ર સહેવાગએ પણ મજાકભર્યા અંદાજમાં આઈસીસીની ટીકા કરી. તેણે ટ્‌વીટ કરી કહ્યું- બેટ્‌સમેનને પણ ટાઇમિંગ સારી રીતે ન મળ્યું અને આઈસીસીને પણ.

Related posts

આઇસીસીની બે મેજર ટૂર્નામેન્ટનું આયોજન ભારતમાં કરાશે

aapnugujarat

निशानेबाजी : अनीश ने जूनियर विश्व कप में जीता स्वर्ण पदक

aapnugujarat

હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બની શકે છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1