Aapnu Gujarat
રમતગમત

ફિફા-૧૭ વર્લ્ડકપ મેચ છ સ્ટેડિયમોમાં રમાશે

ફિફા અન્ડર-૧૭ વર્લ્ડકપની આવતીકાલથી શરૂઆત થઇ રહી છે. ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ આવતીકાલે અમેરિકા સામે રમીને શરૂઆત કરશે. ટીમ બ્લૂમાં રમી રહેલા ખેલાડીઓની વાત કરવામાં આવે તો તમામ ખેલાડીઓ છેલ્લા ઘણા સમયથી તૈયારી કરી રહ્યા હતા. છેલ્લા ૭૦ વર્ષથી જેની ઉત્સુકતા હતી તે દિવસ ભારતીય ફુટબોલ પ્રેમીઓ માટે આવતીકાલે આવી ગયો છે. સાંજે આઠ વાગે આવતીકાલે દિલ્હીમાં જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં જ્યારે ભારતીય ટીમ અન્ડર-૧૭ ફુટબોલ ટીમના ખેલાડી અમેરિકા સામે મેદાનમાં ઉતરશે ત્યારે ઐતિહાસિક પળ રહેશે. પ્રથમ વખત ફિફાના કોઇ ઇવેન્ટમાં ભારતીય ટીમ ઉતરી રહી છે. અન્ડર-૧૭ ભારતીય ટીમ અને તેના કેપ્ટનનું નામ ઇતિહાસમાં અમર બની જશે. આ ઐતિહાસિક પ્રસંગે ભારતીય ટીમ ખુબ આશાવાદી બનેલી છે. મોટા ઉલટફેર કરવાનો હેતુ પણ ધરાવે છે. ભારતીય ટીમ પાસેથી સારા દેખાવની અપેક્ષા પણ રાખવામાં આવી રહી છે. આ મેચો છ યજમાન શહેરોમાં છ સ્ટેડિયમોમાં રમાશે. ફાઈનલ મેચ પશ્ચિમ બંગાળના કોલકાતાના સોલ્ટલેક સ્ટેડિયમ ખાતે રમાશે. યજમાન ભારત ઉપરાંત અન્ય ૨૩ ટીમો જુદી જુદી સ્પર્ધામાં ભાગ લીધા બાદ ક્વોલિફાઇ થઇ છે. ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં ટીમો પોઇન્ટ માટે ચાર ટીમોના રાઉન્ડ રોબીન ગ્રુપમાં સ્પર્ધા કરશે. દરેક ગ્રુપમાં બે ટોપ ટીમ આગેકૂચ કરશે. જ્યારે ટોપ ચારની ત્રીજા સ્થાનની ટીમો પણ આગેકૂચ કરશે. નોકઆઉટ તબક્કામાં ૧૬ ટીમો પહોંચશે. વર્તમાન ફિફા-૧૭ વિશ્વ ચેમ્પિયન નાઇઝિરિયાને આ એડિશનમાં ક્વાલિફાઈ કરવામાં સફળતા મળી નથી. ક્વોલિફાઇ થવામાં નિષ્ફળ રહ્યા બાદ નાઇઝિરિયા વર્ષ ૨૦૦૯માં સ્વિત્ઝર્લેન્ડ બાદ વર્તમાન ચેમ્પિયન એન્ટ્રી કરવામાં નિષ્ફળ રહી હોવાની આ પ્રથમ ઘટના છે. યજમાન ભારત કોઇપણ વયના ગ્રુપમાં પ્રથમ વર્લ્ડકપમાં ભાગ લેનાર છે. ૨૦૧૭ ફિફા-૧૭ વર્લ્ડકપ માટે બિડ સુપરત કરવામાં આવ્યા હતા. ૨૮મી મે ૨૦૧૩ના દિવસે જાહેરાત કરવામાં આવી હતી કે, અજબબેજાન, ભારત, આયર્લેન્ડ અને ઉઝબેકિસ્તાન યજમાન અધિકાર માટે બિડ કરશે. પાંચમી ડિસેમ્બર ૨૦૧૩ના દિવસે જાહેરાત કરવામાં આવી હતી કે, ભારતે યજમાન અધિકારો મેળવી લીધા છે. યજમાન તરીકે ભારતને સીધી એન્ટ્રી મળી છે. ભારતીય ટીમ નીચે મુજબ છે.
ધિરજસિંહ (ગોલકીપર), પ્રભુ સુખાન (ગોલકીપર), ગુરપ્રિત સંધુ, ગુરપ્રિત સંધુ, બોરિસસિંહ, જીતેન્દ્રસિંહ, ઉદાંત સિંહ, સુનિલ ક્ષેત્રી, અનવર અલી, સંજીવ, હેન્ડ્રે એન્ટોની, સુરેશસિંહ, એન મિતેઈ, અમરજીત, અભિજીત, કોમલ, લાલેન્ગમાવિયા, જેક્શન, નાઓરેમ, રાહુલ કેપી, શાહજહાં, રહીમ અલી, એ જાધવ.

Related posts

लंदन में हार्दिक पांड्या ने कराई सफल सर्जरी

aapnugujarat

Jason Roy not play next 2 match in World Cup due to injury

aapnugujarat

चाहर, खलील व सैनी जैसे युवा समय के साथ होंगे परिपक्व : गांगुली

aapnugujarat

Leave a Comment

UA-96247877-1