Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ફરી વખત મુંબઇ બ્લાસ્ટને દોહરાવવા દાઉદની તૈયારી

વર્ષ ૧૯૯૩ના મુંબઇ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ દાઉદ ઇબ્રાહિમ ૨૪ વર્ષ બાદ ફરી એકવાર બ્લાસ્ટને દોહરાવવાની તૈયારી કરી રહ્યો હોવાની ચોંકાવનારી વિગત સપાટી પર આવી છે. મુંબઇ પોલીસે પાકિસ્તાનમાં રહેતા દાઉદના ભાઇ અને બારતમાં તેના સાગરીતોની વાતચીતને ઇન્ટરસેપ્ટ કરી લીધી છે. દાઉદના આ ખતરનાક કાવતરાના સંબંધમાં કેન્દ્ર સરકારને પણ જાણ કરી દેવામાં આવી છે. દાઉદના આ ઇરાદાથી સાફ થઇ જાય છે કે ભારતના સૌથી પ્રભાવશાળી અને શક્તિશાળી જગ્યાએ પર તેના લોકો હજુ પણ છે. આવી સ્થિતીમાં દાઉદ આ લોકોને પકડી પાડવા માટે પોલીસ અને કેન્દ્રિય તપાસ સંસ્થાઓની સામે પડકારો વધી જાય છે. એક ટીવી ચેનલના હેવાલમાં આ ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભાગેડુ દાઉદ અને તેની કંપનીના કેટલાક લોકો હજુ પણ ભારતમાં બેસીને પોતાના ઇરાદાને પાર પાડવા માટેની યોજના બનાવતા રહે છે. હાલમાં પણ આ લોકો કાવતરા ઘડી કાઢવામાં લાગેલા છે. આવી સ્થિતીમાં મુંબઇ પોલીસ દ્વારા દાઉદના પાકિસ્તાનમાં રહેલા બાઇ અને ભારતમાં તેના લોકો વચ્ચે થયેલી વાતચીત ટેપ કરી લેવામાં આવી છે. આ વાતચીતને ટેપ કરવામાં આવ્યા બાદ દાઉદના મોટા કાવતરાનો પર્દાફાશ થઇ ગયો છે. આ વાતચીતમાં મુંબઇ પોલીસને કેટલીક ઉપયોગી માહિતી હાથ લાગી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દાઉદ અને તેના સાગરીતો મુંબઇ હુમલા જેવા મોટા હુમલાની તૈયારી કરી રહ્યા છે. હવે કેન્દ્રિય તપાસ સંસ્થાઓ અને મુંબઇ પોલીસ દ્વારા આ લોકોની શોધખોળ ચાલી રહી છે. થોડાક દિવસ પહેલા જ ડોનના ભાઇ ઇકબાલ કાસ્કરની થાણે પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. ઇકબાલને બળજબરીપૂર્વક ખંડણી વસુલ કરવા અને ધાક ધમકી આપવાના આરોપસર પકડી લેવામાં આવ્યો હતો. તેને મુંબઇમાં તેના આવાસ પરથી પકડી લેવામાં આવ્યો હતો. ઇકબાલની સાથે સાથે ચાર અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. એમ કહેવામાં આવે છે કે ઇકબાલ પણ દાઉદના નામે ખંડણી એકત્રિત કરી રહ્યો હતો. બિલ્ડરોને ધમકી આપી રહ્યો હતો. ઇકબાલ કાસ્કરે એક બિલ્ડરને ધમકી આપીને પૈસા પડાવી લેવાના પ્રયાસ પણ કર્યા હતા. ઇકબાલને ૧૩મી ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. તેની પુછપરછમાં કેટલીક ચોંકાવનારી વિગતો પણ સપાટી પર આવી ચુકી છે. કાસ્કરના બે સાગરીતોને પણ ૧૩મી ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે. કોર્ટે આ મામલામાં ચોથા આરોપી પંકજ ગાંગરની પોલીસ કસ્ટડીની અવધિને પણ વધારી દીધી છે. દાઉદના ખતરનાક કાવતરા અંગે માહિતી મળ્યા બાદ સાવધાની રાખવામાં આવી રહી છે. કાસ્કરની ધરપકડ કરવામાં આવ્યા બાદ થાણે પોલીસ દ્વારા તેની સતત પુછપરછ કરવામાં આવી હતી. જેમાં કાસ્કરે બાઇ દાઉદ અંગે કેટલીક વાત કરી હતી. કાસ્કરે કહ્યુ હતુ કે દાઉદ બિમાર છે તે પ્રકારના હેવાલ પાયાવગરના છે. દાઉદના કારોબારને પત્નિ સંભાળી રહી હોવાની વિગત પણ ખુલી હતી. દાઉદના સ્થળ અંગે પણ વાત કરી હતી. વાતચીત ઇન્ટરસેપ્ટ થયા બાદ ંમુંબઇ પોલીસ વધારે સક્રિય દેખાઇ રહી છે.

Related posts

૧ જાન્યુઆરીથી સ્ટેટ બેંક ઓફ ઇંડિયાના ખાતાધારકો માટે નવા નિયમ લાગૂ થશે

aapnugujarat

દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ સામાન્ય રહેવાની હવામાન ખાતાની આગાહી

aapnugujarat

ब्रिटेन समेत कई देशों में दाऊद की अकूत संपत्ति

aapnugujarat

Leave a Comment

UA-96247877-1