Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દુર્ગા પ્રતિમા વિસર્જન : મમતા સરકારના આદેશને રદ કરાયો

કોલકાતા હાઈકોર્ટે આજે અતિ મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો હતો. મુહર્રમ બાદ દુર્ગાપ્રતિમા વિસર્જન કરવાના મમતા બેનર્જી સરકારના આદેશને કોલકાતા હાઈકોર્ટે રદ કરી દીધો છે. આની સાથે જ મમતા સરકારને મોટો ફટકો પડ્યો છે. કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા લાદવામાં આવેલા દુર્ગાપૂજા વિસર્જન પરના નિયંત્રણોને ઉઠાવી લીધા છે. મુહર્રમના દિવસ બાદથી તમામ દિવસે ૧૨ વાગ્યા સુધી વિસર્જનની મંજુરી આપી દેવામાં આવી છે. સરકારના આદેશને અયોગ્ય ગણાવીને કોર્ટે દુર્ગાપૂજા વિસર્જન માટે અલગ રુટ નિયુક્ત કરવા પોલીસને આદેશ આપ્યો છે. સાથે સાથે શહેરમાં મુહર્રમના પ્રસંગે તાજિયા માટે પણ અલગ રુટની વાત કરી છે. બંને પ્રસંગોએ પુરતા પ્રમાણમાં સુરક્ષા વ્યવસ્થા રહે તેની ખાતરી કરવા માટે કહેવામાં આવ્યું છે. સરકારે ૩૦ સપ્ટેમ્બરના દિવસે ૧૦ વાગ્યા બાદ દુર્ગા પ્રતિમા વિસર્જન ઉપર પ્રતિબંધ મુક્યો હતો. ૩૦મી સપ્ટેમ્બરે દુર્ગાપૂજાની પૂર્ણાહૂતિ થઇ રહી છે. મુસ્લિમ સમુદાય પહેલી ઓક્ટોબરના દિવસે મુહર્રમની ઉજવણી કરનાર છે. કોર્ટે આ ચુકાદામાં કહ્યું છે કે, સરકાર લોકોની આસ્થામાં દરમિયાનગીરી કરી શકે નહીં. કોઇપણ આધાર વગર તાકાતનો ઉપયોગ યોગ્ય નથી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, સરકારની પાસે અધિકાર છે પરંતુ આ અધિકારો અમર્યાદિત નથી. છેલ્લા વિકલ્પ તરીકે જ તેનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. હાઈકોર્ટે બુધવારના દિવસે પણ આ મુદ્દા ઉપર મમતા બેનર્જી સરકારની જોરદાર ઝાટકણી કાઢી હતી. કોર્ટે રાજ્યની મમતા બેનર્જી સરકારને કહ્યું હતું કે, જ્યારે આવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજ્યમાં સાંપ્રદાયિક એકતા છે પછી પોતે બે સમુદાય વચ્ચે સાંપ્રદાયિક વિભાજનની સ્થિતિ સર્જવાના પ્રયાસ કેમ કરી રહી છે અને નારાજ કરી રહી છે. હકીકતમાં આ વર્ષે દશેરાના આગલા દિવસે મુહર્રમ પર્વ છે. દશેરાના આગલા દિવસે દૂર્ગા પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. આને ધ્યાનમાં લઇને બેનર્જીએ વિસર્જનની તારીખ વધારવાનો નિર્ણય કર્યો હતો. એટલે કે બંગાળમાં દુર્ગા પ્રતિમાનું વિસર્જન પહેલી ઓક્ટોબરની જગ્યાએ બીજી ઓક્ટોબર કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી. આનાથી નારાજ થઇ ૧૪ સપ્ટેમ્બરના દિવસે અમરજીત રાય ચૌધરી દ્વારા કોલકાતા હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી અને એવી દલીલ કરવામાં આવી હતી કે, દુર્ગા પૂજા બંગાળના સૌથી મોટા ઉત્સવ તરીકે છે. આ પૂજામાં તમામ વિધિ શુભ સમય મુજબ કરવામાં આવે છે. મુખ્યમંત્રીના આદેશથી એવું લાગે છે કે, ધાર્મિક અધિકારો સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે.

Related posts

સરહદ પર સેનાની જંગી તૈનાતી કરાતા કાર્યવાહીને લઈને સંકેતો

aapnugujarat

સેંસેક્સ ૩૪૬ પોઇન્ટ ઘટીને બંધ રહેતા નિરાશા

aapnugujarat

રેલવે બુકિંગ : કુલ૧૨૦૦૦ ટિકિટ કાઉન્ટર કેશલેસ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1