Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

રોહિંગ્યા જેહાદી તમામના દુશ્મન તરીકે છે : બાંગ્લાદેશ

લશ્કરે તોઇબા સમર્પિત અરાકન રોહિંગ્યા સેલ્વેશન આર્મી જેવા જેહાદી સંગઠનોને બાંગ્લાદેશે પણ ખતરા તરીકે ગણાવ્યા છે. બાંગ્લાદેશનું કહેવું છે કે, આ પ્રકારના રોહિંગ્યા જેહાદી સંગઠન તેમના, ભારત અને મ્યાનમાર માટેે દુશ્મન તરીકે છે. બાંગ્લાદેસના વડાપ્રધાન શેખ હસીનાના રાજકીય સલાહકાર તૌફીક ઇમામે રોહિંગ્યા મુદ્દાને લઇને પાકિસ્તાન ઉપર પણ ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે. તૌફીક ઇમામે કહ્યું છે કે, ગુપ્તચર રિપોર્ટ મુજબ પાકિસ્તાનની આઈએસઆઈ રોહિંગ્યા મુદ્દાનો ઉપયોગ મ્યાનમારની સાથે જોડાયેલી સરહદ ઉપર સાંપ્રદાયિક હિંસા ફેલાવવા માટે કરી રહી છે. ઇમામે કહ્યું છે કે, ત્રાસવાદની સામે બાંગ્લાદેશની નીતિ ઝીરોટોલરન્સવાળી રહી છે. બાંગ્લાદેશથી સક્રિય થનાર ભારતના નોર્થઇસ્ટના તમામ ત્રાસવાદી સંગઠનોને શેખ હસીનાની અગાઉની સરકારના ગાળા દરમિયાન ખતમ કરી દેવામાં આવ્યા હતા. રોહિગ્યા સેલ્વેશન આર્મી અને બીજા જેહાદી સંગઠનોની સાથે પણ હવે આવું જ વર્તન કરવામાં આવનાર છે. રોહિગ્યા સેલ્વેશન આર્મીના કનેક્શન બાંગ્લાદેશમાં સક્રિય પ્રમુખ ઇસ્લામિક સંગઠન જમાત ઉલ મુઝાહિદ્દીન અને લશ્કરે તોઇબા સાથે પણ છે. ઇમામે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, પાકિસ્તાનની આઈએસઆઈ ૧૯૬૯થી જ રોહિંગ્યા અલગતાવાદીને સમર્થન કરે છે. ત્યારથી જ બિનવિભાજિત પાકિસ્તાનમાં સિવિલ સર્વેન્ટનીપ્રક્રિયા હતી. ઇમામનું કહેવું છે કે, હસીના સરકારને અસ્થિર કરવાના પ્રયાસ પણ કરવામાં આવી ચુક્યા છે. ઇમામે કહ્યું હતું કે, બાંગ્લાદેશ ગુપ્તચર સંસ્થાઓની સૂચનાઓના આધાર પર આઈએસઆઈ દુર્ગા પૂજા દરમિયાન સાંપ્રદાયિક હિંસા ફેલાવવા માટે રોહિગ્યાનો ઉપયોગ કરે છે.

Related posts

IMF की मैनेजिंग डायरेक्टर क्रिस्टिन लैगार्डे ने दिया इस्तीफा

aapnugujarat

Saudi Arabia’s King Salman slams Iran over attacks before Muslim leaders gathered in Mecca

aapnugujarat

विदेशों में रहने के मामले में भारतीय दुनिया भर में अव्वल : संयुक्त राष्ट्र

editor

Leave a Comment

UA-96247877-1