Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દિનાકરણના ૧૮ સમર્થક ધારાસભ્યો ગેરલાયક જાહેર થયા

તમિળનાડુમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે ટીટીવી દિનાકરણ-વીકે શશીકલા છાવણીને આજે મોટો ફટકો પડ્યો હતો. વિધાનસભા અધ્યક્ષ પી ધનપાલ ટીટીવી દિનાકરણના ૧૮ સમર્થકોની મેમ્બરશીપ રદ કરી દીધી છે. વિધાનસભા અધ્યક્ષે બંધારણની કલમ ૧૦ હેઠળ આ ધારાસભ્યોને ગેરલાયગ જાહેર કરીદીધા છે. અધ્યક્ષ તરફથી આ કાર્યવાહી કરવામાં આવ્યા બાદ પલાનીસામીના નેતૃત્વવાળી રાજ્ય સરકાર ઉપર સંકટના વાદળો ઘેરાઈ ગયા છે. વિધાનસભા સચિવ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વિધાનસભા અધ્યક્ષે પક્ષાંતર કાયદા હેઠળ આ કાર્યવાહી કરી છે. હવે આ તમામ ૧૮ ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યા છે. સાથે સાથે તેમની વિધાનસભાની મેમ્બરશીપ ખતમ થઇ ગઇ છે. મુખ્યમંત્રી પલાનીસામી અને પનીરસેલ્વમની સામે મોરચો ખોલનાર દિનાકરણ માટે આને એક મોટા ફટકા તરીકે જોવામાં આવે છે. વિધાનસભા અધ્યક્ષે તમામ ધારાસભ્યોને પોતાની સામે ઉપસ્થિત થવા માટે કહ્યું હતું પરંતુ માત્ર કેટલાક ધારાસભ્યો અધ્યક્ષની સામે ઉપસ્થિત રહ્યા હતા. અનેક વખત નોટિસ મોકલવામાં આવ્યાબાદ પણ કેટલાકર ધારાસભ્યો ઉપસ્થિત રહી શક્યા ન હતા. પનીરસેલ્વમ અને પલાનીસામી છાવણીએ ગયા સપ્તાહમાં યોજાયેલી સામાન્ય બેઠકમાં વીકે શશીકલાને પાર્ટીના વચગાળાના જનરલ સેક્રેટરી તરીકે દૂર કરી દીધા હતા. સાથે સાથે દિનાકરણ દ્વારા જે જાહેરાતો કરવામાં આવી હતી તે તમામ જાહેરાતોને રદ કરી દીધી હતી. ગયા મહિને ૧૯ ધારાસભ્યો રાજ્યપાલ સી વિદ્યાસાગર રાવને મળ્યા હતા અને મુખ્યમંત્રી પલાનીસામીને ટેકો પાછો ખેંચી લેવાના પત્રો સોંપ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી પનીરસેલ્વના નેતૃત્વમાં ગ્રુપ અને ઇપીએસ જૂથ વચ્ચે એકતા થઇ ગયા બાદ આ ૧૯ ધારાસભ્યો રાજ્યપાલને મળ્યા હતા. ૧૮ ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરવામાં આવ્યા બાદ અન્નાદ્રમુકનું સંખ્યાબળ અધ્યક્ષ સહિત ઘટીને ૧૧૬ થયું છે જ્યારે ડીએમકેના ૮૯, કોંગ્રેસના આઠ અને આઈયુએમએલના એક સભ્ય તરીકે છે. ૧૮ સભ્યો ગેરલાયક જાહેર થયા બાદ ૧૯ સીટો હવે ખાલી થઇ છે. એટલે કે વિધાનસબામાં ૨૧૫ ચૂંટાયેલા સભ્યો છે. સરકારને વિધાનસભામાં બહુમતિ પુરવાર કરવા ૧૦૮ મતની જરૂર છે.

Related posts

મુખ્યમંત્રી તરીકે મોદીનો ટ્રેક રેકોર્ડ પર્યાવરણને લઇ ખરાબ રહ્યો છે : સોનિયા

editor

भारत में 24 घंटे में मिले 18,088 नए केस, 264 लोगों की मौत

editor

રશિયા : ઇમરજન્સી લેન્ડીગ વેળા વિમાન તુટ્યુ, ૪૧ મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1