Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

રશિયા : ઇમરજન્સી લેન્ડીગ વેળા વિમાન તુટ્યુ, ૪૧ મોત

રશિયાના પાટનગર મોસ્કોમાં રવિવારના દિવસે ઇમરજન્સી લેન્ડિંગ વેળા વિમાન તુટી પડતા ૪૧ લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં બે બાળકોનો સમાવેશ થાય છે. આ વિમાન દુર્ઘટના મોસ્કો વિમાનીમથક પર થઇ હતી. કેટલાક યાત્રી વિમાનના ઇમરજન્સી સ્લાઇડસના માધ્યમથી બહાર નિકળ્યા હતા. જે હાર્ડ લેન્ડિંગ બાદ ફુલાવવામાં આવ્યા બાદ કેટલાકનો બચાવ થયો હતો. દુર્ઘટનાનો શિકાર થયેલા સુખોઇ યાત્રી વિમાને મોસ્કોના એરપોર્ટ પરથી ઉત્તરીય રશિયાના મરમાસ્ક શહેર માટે ઉડાણ ભરી હતી તેમાં ૭૩ યાત્રીઓ મુસાફરી કરી રહ્યા હતા. દુર્ઘટનાની તપાસ કરી રહેલી ટીમના અધિકારીએ માહિતી આપતા કહ્યુ હતુ કે વિમાનમાં રહેલા યાત્રીઓ પૈકી માત્ર ૩૭ યાત્રી જીવિત બચી શક્યા છે. એટલે કે ૪૧ લોકોના મોત થયા છે. એમ કહેવામાં આવી રહ્યુ છે કે વિમાને ઉડાણ ભરતાની સાથે જ વિમાનમાં ઘુમાડા નિકળવા લાગી ગયા હતા. આ બાબતને નિહાળ્યા બાદ વિમાન ચાલક ટીમ દ્વારા એટીસીને સુચના આપવામાં આવી હતી. ત્યારબાદ વિમાનને તાકીદે ઉતરાણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. લેન્ડિંગ વેળા વિમાન તુટી પડતા ૪૧ યાત્રીઓના મોત થઇ ગયા હતા. બચાવ અને રાહત કામગીરી તરત જ હાથ ધરવામાં આવી હતી. દુર્ઘટનાના મામલામાં તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે.
સોશિયલ મિડિયા પર વિડિયો પણ શેયર કરાયા છે. એમ માનવામાં આવે છે કે આ વિમાન દુર્ઘટના માટે ટેકનિકલ કારણો જવાબદાર દેખાઈ રહ્યા છે. ઉડાણ ભર્યા બાદ ઈમરજન્સી લેન્ડીંગ વેળા વિમાનમાં ધુમાડા દેખાયા હતા. ટુંકમાં જ આગ ફાટી નિકળી હતી. આ વિમાન બે વર્ષ જૂનું હતું. રશિયામાં હાલના વર્ષોમાં બીજી દુર્ઘટના થઈ છે.

Related posts

लिव-इन पार्टनर से गुजारा भत्ता मांग सकती है महिला : सुप्रीम

aapnugujarat

અમેરિકા પાસે ૯/૧૧ના હુમલા અંગે કોઈ પુરાવો નથી : તાલિબાન

editor

भाजपा “संगठन पर्व” कार्य़क्रम शुरू करेगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1