Aapnu Gujarat
ગુજરાત

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થાય તેવી વકી

ગુજરાતમાં ફરી એકવાર ગરમીનું પ્રમાણ વધી ગયું છે. જોકે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. બીજી બાજુ મહત્તમ તાપમાન આગામી બે દિવસ દરમિયાન યથાવત રહેવાની શક્યતા દેખાઈ રહી છે. જોકે ત્યારબાદ તેમાં ફરી ઘટાડો થઈ શકે છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧.૫ ડિગ્રી રહ્યું હતું. જ્યારે રાજ્યમાં સૌથી વધારે ગરમીનો અનુભવ કંડલા એરપોર્ટ થયો હતો. જ્યાં સૌથી વધારે ૪૨.૬ ડિગ્રી સુધી પારો પહોંચ્યો હતો. છેલ્લા બે દિવસમાં હવામાનમાં આવેલા પલ્ટા વચ્ચે સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેથી ગરમીથી આંશિક રાહત મળી હતી પરંતુ હવે ગરમીનું પ્રમાણ ફરી વધવાની શક્યતા છે. આજે અમદાવાદમાં બપોરના ગાળામાં ફરી એકવાર તીવ્ર ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. રસ્તાઓ ઉપર ગરમીનો અનુભવ દેખાતા બપોરના ગાળામાં રસ્તા સુમસામ બન્યા હતા. હવામાન વિભાગ તરફથી સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ભાગો ખાસ કરીને રાજકોટ, પોરબંદર, કચ્છમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં હળવા ઝાપટા પડવાની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે. સિઝનમાં એકાએક ફેરફારના લીધે છેલ્લા બે દિવસમાં સૌરાષ્ટ્રમાં વરસાદ થતા કૃષિ સમુદાયના લોકો ચિંતાતૂર દેખાયા હતા. જાણકાર લોકોનું કહેવું છે કે, મે મહિનામાં ગરમીના પ્રમાણમાં હજુ ઉલ્લેખનીય વધારો થઇ શકે છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ ઘટી રહ્યું છે. આજે આંશિક વાદળછાયા વાતાવરણની વચ્ચે મહત્તમ તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી હતી. ગઇકાલની સરખામણીમાં પારો ગગડ્યો હતો. બપોરના ગાળામાં પણ અન્ય દિવસોની સરખામણીમાં ઓછી ગરમીનો અનુભવ થયો હતો. હિટવેવને લઇને કોઇપણ પ્રકારની ચેતવણી જારી કરવામાં આવી નથી જેથી સામાન્ય લોકોને રાહત થઇ છે. જો કે, અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા હિટવેવને લઇને એક્શન પ્લાન અમલમાં મુકવામાં આવ્યા બાદ તેને લઇને પણ રાહત થઇ છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણીની પરબની વ્યવસ્થા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ તીવ્ર ગરમીનું મોજુ હાલમાં ફરી વળ્યું છે. હવામાનમાં એકાએક ફેરફારની સ્થિતિના પરિણામ સ્વરુપે લોકોને અને ખાસ કરીને બાળકોને સાવચેત રહેવાની સલાહ તંત્ર દ્વારા આપવામાં આવી છે. ગરમીથી બચવા માટે શહેરમાં જુદી જુદી વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. કોર્પોરેશન તરફથી લોકોએ કામ વગર બપોરના ગાળામાં ઘરથી બહાર નીકળવું જોઈએ નહીં. સાથે સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જોઈએ. હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું ટાળવું જોઈએ.

Related posts

सरदारनगर में शराब के अड्डे पर पुलिस ने कार्रवाई की

aapnugujarat

અમદાવાદમાં જીપ ચાલકે બાઈકને ટક્કર મારતા બેના મોત

aapnugujarat

એસ.પી.રિંગરોડ પરથી યુવતીની લાશ મળી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1