Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સરદાર સરોવર બંધ દેશને સમર્પિત : લાખો ખેડુતોને ફાયદો

જેની ઉત્સુકતાપૂર્વક ખેડૂત સમુદાય અને રાજ્યના લોકો રાહ જોઈ રહ્યા હતા તે મહાકાય નર્મદા નદી ઉપર બનાવવામાં આવેલા સરદાર સરોવર બંધને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ૬૭માં જન્મદિવસે દેશને સમર્પિત કર્યું હતું. આની સાથે જ ગુજરાતની સાથે સાથે અનેક રાજ્યોના વિકાસના દ્વાર પણ ખુલી ગયા છે. દેશના સૌથી ઉંચા બંધના લોકાર્પણથી ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનને સીધો ફાયદો થશે. સરદાર સરોવર બંધ દુનિયાના સૌથી મોટા બીજા બંધ તરીકે છે. ૬૫૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચ સાથે આનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બંધના નિર્માણમાં ૫૬ વર્ષનો સમય અથવા તો આશરે ૬ દશક લાગી ગયા છે. ગુજરાતના બે દિવસના પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા પૂજા અર્ચના કરી હતી. પૂજા અર્ચના કર્યા બાદ આ બંધને દેશને સમર્પિત કરવામાં આવ્યું હતું. પાંચમી એપ્રિલ ૧૯૬૧ના દિવસે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ આ બંધ માટે આધારશીલા મુકી હતી. મોદીએ ગઇકાલે રાત્રે જ ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, આ બંધથી લાખો ખેડૂતોને સીધો ફાયદો થશે. સામાન્ય લોકોની અપેક્ષાઓને પૂર્ણ કરશે.
આ યોજનાથી દર વર્ષે આશરે ૧૦૦ કરોડ યુનિટ વિજળીનું ઉત્પાદન થશે. સરદાર સરોવર બંધના કારણે ગુજરાતને પણ અભૂતપૂર્વ ફાયદો થનાર છે. સરદાર સરોવર બંધ યોજનાના લોકાર્પણની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પ્રચારનું રણશિંગુ પણ ફૂંકી દીધું હતું. મોદીના આ કાર્યક્રમને રાજકીયરીતે પણ ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો હતો. આ યોજનાનો વિરોધ કરી રહેલા સામાજિક કાર્યકર મેગા પાટકરનું કહેવું છે કે, સરદાર સરોવરના ૩૦ ગેટ ખુલી ગયા બાદ મધ્યપ્રદેશના અનેક ગામો મહારાષ્ટ્રના ૩૩ ગામો અને ગુજરાતના અનેક ગામો ઇતિહાસનો હિસ્સો બની જશે. બીજી બાજુ સરદાર સરોવર ડેમને પૂર્ણ કરવામાં લાંબો સમયગાળો લાગ્યો છે. ૧૩૮ મીટરની ઉંચાઈ ધરાવનાર આ બંધને દેશના સૌથી ઉંચા બંધ તરીકે ગણવામાં આવે છે. આ બંધ ઉપર કુલ ૩૦ દરવાજા રહેલા છે. દરેક દરવાજાનું વચન ૪૫૦ ટનની આસપાસ છે. ૪.૭૩ મિલિયન ક્યુબિક પાણી સ્ટોર કરવાની ક્ષમતા આમા રહેલી છે. સાથે સાથે ૬૦૦૦ મેગાવોટ વિજળી આના કારણે પેદા થશે. જાણકાર લોકોનું કહેવું છે કે, ૮૬.૨૦ લાખ ક્યુબિક મીટર કોન્ક્રીટનો ઉપયોગ આ બંધના નિર્માણ કરવામાં આવ્યો છે. સંયુક્તરાષ્ટ્રમાં ગ્રાન્ડ કૌલી બંધ બાદ વિશ્વમાં સૌથી મોટા બંધ તરીકે આને ગણવામાં આવે છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, સરદાર સરોવર બંધના દરેક ગેટનું વજન અભૂતપૂર્વ છે. તેને બંધ કરવામાં પણ એક કલાકનો સમય લાગી શકે છે. ૧.૨ કિમીની લંબાઈ ધરાવનાર આ બંધ ૧૬૩ મીટર ઉંડુ છે. બે પાવર હાઉસમાંથી ૪૧૪૧ કરોડ યુનિટ ઇલેક્ટ્રીસિટીનું ઉત્પાદન થઇ રહ્યું છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને અન્ય અનેક ભાગોમાં આનાથી ખેડૂતોને અભૂતપૂર્વ સુવિધા મળશે. સરદાર સરોવર બંધના અધિકારીઓના કહેવા મુજબ આ બંધથી રાજસ્થાનમાં બાડમેર અને ઝાલોરના વ્યૂહાત્મકરીતે મહત્વપૂર્ણ ગણાતા રણ જિલ્લામાં ૨૪૬૦૦૦ હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા મળશે જ્યારે મહારાષ્ટ્રમાં ૩૭૫૦૦ હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા મળશે. આ બંધની કમાણી પણ અભૂતપૂર્વ રહેશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પણ આને લઇને દાવો કરવામાં આવી ચુક્યો છે. મોદીએ તેમના ૬૭માં જન્મદિવસના પ્રસંગે ગુજરાતના કેવડિયામાં સરદાર સરોવર બંધને ધાર્મિક મંત્રોચ્ચાર અને તમામ વિધિ વચ્ચે આને દેશને અર્પણ કર્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને કેટલાક ધાર્મિક અને અન્ય સમુદાયના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

કમલનાથ મંત્રીમંડળમાં ૨૮ ધારાસભ્યને મંત્રી બનાવાયા

aapnugujarat

દેશમાં કેમ પડી રહી છે ઑક્સિજન ની તંગી ?

editor

९ राज्यों-केंद्र शासित प्रदेशों में मोटर वीइकल ऐक्ट लागू

aapnugujarat

Leave a Comment

UA-96247877-1