Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કમલનાથ મંત્રીમંડળમાં ૨૮ ધારાસભ્યને મંત્રી બનાવાયા

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના નેતૃત્વમાં કેબિનેટમાં ૨૮ને પ્રધાન બનાવવામાં આવ્યા છે. રાજભવનના લોનમાં આયોજિત શપથવિધી કાર્યક્રમમાં રાજ્યપાલ આનંદીબેન પટેલે તમામ પ્રધાનોને હોદ્દા અને ગુપ્તત્તાના શપથ લેવડાવ્યાહતા. ૧૧મી ડિસેમ્બરના દિવસે મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન તરીકે ૧૭મી ડિસેમ્બરના દિવસે શપથ લીધા હતા. ત્યારબાદથી મંત્રીમંડળની રચનાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. આખરે આજે કેબિનેટની રચના કરવામાં આવી હતી. નવા રચવામાં આવેલા પ્રધાનમંડળમાં સંતુલન જાળવી રાખવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે. મંત્રીમંડળમાં કોંગ્રેસના જુથ સંતુલનની સાથે સાથે ક્ષેત્રીય સંતુલનની બાબતને ધ્યાનમાં લેવામાં આવી છે. માલવા- નિમાડમાંથી સૌથી વધારે નવ પ્રધાનોને શપથ લેવડાવવામાં આવી હતી. બીજી બાજુ ગ્લાવિયર-ચંબલ ક્ષેત્રમાંથી પાંચ ધારાસભ્યોને પ્રધાન તરીકે શપથ લેવડાવવામાં આવ્યા છે. સિન્ધિયા જુથના સાત લોકોને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યા છે. મહાકૌશળમાંથી ચાર ધારાસભ્યોને પ્રધાન બનાવવામાં આવ્યા છે. મંત્રીઓની શપથવિધી બાદ પત્રકારો સાથે વાતચીત કરતા કમલનાથે કહ્યુ હતુ કે કેબિનેટની પ્રથમ બેઠક આજે જ યોજાઇ હતી. બુંદેલખંડમાંથી ત્રણ, મધ્યમાંથી છ અને વિધ્યમાંથી એક ધારાસભ્યને મંત્રી બનાવવામાં આવ્યા છે. કમનલાથ અને દિગ્વિજય છાવણીના ૨૧ ધારાસભ્યો મંત્રી બન્યા છે. દિગ્વિજયસિંહના પુત્ર જયવર્ધનસિંહને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે. દિગ્વિજયસિંહના પુત્રને તક મળતા દિગ્વિજયસિંહ પણ સંતુષ્ટ દેખાઈ રહ્યા છે. કમલનાથના મંત્રીમંડળમાં જે નવા ચહેરા મંત્રી બન્યા છે તેમાં ગોવિદસિંહ, આરીફ અકીલ, બ્રજેન્દ્રસિં રાઠોડ, સજ્જનસિંહ, બાલા બચ્ચન, લાખનસિંહ યાદવ, વિજયલક્ષ્મી, હુકુમસિંહ કરાડા, તુલસી શિલાવત, ગોવિંદ રાજપુત, ઓમકારસિંહ, સુખદેવ પાનસે, પ્રભુરામ ચૌધરી, જયવર્ધનસિંહ, હર્ષ યાદવ, કમલેશ્વર પટેલ, લખન ઘનઘોરીયા, તરૂણ ભનોટ, પીસી શર્મા, સચિન યાદવ, સુરેન્દ્રસિંહ બઘેલ, જીતુ પટવારી, ઉમંગ સિંગાર, પ્રદ્યુમ્નસિંહ તોમર, પ્રદીપ જયસ્વાલ, મહેન્દ્રસિંહ સિસોદિયા, ઈમરતી દેવી, પ્રિયવ્રતસિંહનો સમાવેશ થાય છે. કેબિનેટની રચના કરવામાં આવ્યા બાદ આજે મોડી સાંજે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. તેમાં જુદા જુદા પાસા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મધ્યપ્રદેશમાં વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસે જીત મેળવી છે. શિવરાજસિંહના નેતૃત્વમાં ભાજપ સરકારના શાસનનો અંત આવ્યો હતો.

Related posts

સરહદ ઉપર યુદ્ધવિરામનો ભંગ કરી ગોળીબાર કરાયો

aapnugujarat

इसरो ने रचा इतिहास : PSLV-C50 के जरिये संचार उपग्रह CMS-01 को किया लॉन्च

editor

नीति आयोग : पीएम मोदी बोले – किसानों को गाइड करने की जरूरत

editor

Leave a Comment

UA-96247877-1