Aapnu Gujarat
Uncategorized

તાંત્રિક વિધિ નામે કરોડોની છેતરપિંડી કરનાર પકડાયો

રાજકોટ શહેરના કેવડાવાડી વિસ્તારમાં રહી સોનીકામ કરતા બંગાળી કારીગર સાથે એક ગઠિયાએ તાંત્રીક વિધિ કરવાના બહાને રૂા. ૧૨ લાખની મત્તાની કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે ચાલી રહેલી તપાસમાં આ ઘટનામાં સુરતના શખ્સની સંડોવણી હોવાનું ખુલ્યું હતું. જેને પગલે ક્રાઈમ બ્રાંચે આરોપી સકરૂદ્દીન ઉર્ફે બાબુ સરાજુલખાનને સુરતમાંથી દબોચી લઈ રૂ.૬.૮૫ લાખની મત્તા કબજે કરી હતી. પોલીસની પૂછપરછમાં આ ગઠીયાએ અન્ય ૭ બંગાળી વેપારીઓ પાસેથી એકના ડબલ કરવાની લાલચે રૂ. ૧.૮૬ કરોડનું સોનુ તેમજ રોકડની ઠગાઈ કરી હોવાનું ખુલ્યું હતુ. જેને પગલે હવે પોલીસે સમગ્ર પ્રકરણમાં ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર મામલાની વિગત એવી છે કે, તાજેતરમાં સોની બજારમાં રવિરત્ન કોમ્પલેક્ષમાં સોનીકામ કરતા પ્રદીપભાઈ ઘોડાઈને તાંત્રિક વિધિ કરવાનું જણાવી સુરતના સફરૂદીન ઉર્ફે બાબુ સરાજુલખાને રૂ.૧૦.૭૦ લાખની રોકડ અને સોનુ મળી ૧૨ લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસમાં નોંધાઈ હતી. આ બનાવની તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે મુળ પશ્ચિમ બંગાળના સફરૂદીનને સુરત પાસેથી ઝડપી લઈ સોનાના ઢાળીયા, મોબાઈલ, રોકડ મળી કુલ રૂા.૬.૭૫ લાખની મત્તા કબજે કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચે સફરૂદીનની આકરી પૂછપરછ શરૂ કરી હતી. આ પૂછપરછમાં સફરૂદીને વિવિધ શહેરોમાં સાગરીતો મારફત તાંત્રિક વિધિના નામે એકના ડબલ કરવાની લાલચ આપી છેતરપીંડી કરતો હોવાનું ખુલ્યું હતું અને પોલીસની તપાસમાં સોની બજારના વધુ ૭ વેપારીઓ ફસાયા હોવાનું પણ જાણવા મળ્યું હતું. તેમજ આ વેપારીઓ ઉઘરાણી કરતા હોવાથી ગઠિયો તેને તાંત્રીક વિધિથી બરબાદ કરી દેવાની ધમકી આપતો હોવાનું પણ જાણવા મળ્યું છે. જેને લઈને પોલીસે ભોગ બનનાર વેપારીઓને પોલીસનો સંપર્ક સાધવાની અપીલ કરી છે.

Related posts

ભારતમાં ટેસ્લાના ૪ મોડલ્સને મળી મંજૂરી

editor

લાખણી તાલુકાના કોટડા ગામે ખેડૂતોએ બટાકા કાઢવાના શ્રી ગણેશ કર્યા

editor

આવતીકાલથી ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1