Aapnu Gujarat
Uncategorized

ભારતમાં ટેસ્લાના ૪ મોડલ્સને મળી મંજૂરી

ભારતીય કાર બજારમાં લાંબા સમયથી ટેસ્લાની એન્ટ્રીની રાહ જાેવાઇ રહી છે. ઓટોમેકરે હવે તેને સંભવ બનાવા તરફ એક વધુ પગલુ ભર્યુ છે કારણ કે તેને દેશમાં પોતાના ચાર મોડલ બનાવવા અને આયાત કરવાની મંજૂરી મળી ગઇ છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની વેબસાઇટ પર એક પોસ્ટને દર્શાવીને બ્લૂમબર્ગે જણાવ્યુ કે ટેસ્લાના ચાર મોડલ્સને ભારતમાં રસ્તા પર ચાલવા લાયક પ્રમાણિત કરવામાં આવ્યા છે.વેબસાઇટ પર પોસ્ટ અનુસાર, ટેસ્લાના ચાર મોડલ ભારતીય બજારની સુરક્ષા અને ઉત્સર્જનની જરૂરતોને મેચ કરે છે. પોસ્ટમાં જણાવવામાં આવ્યુ છે કે, ટેસ્ટ સુનિશ્ચિત કરે છે કે ગાડી ઉત્સર્જન અને સેફ્ટી અને માર્ગ યોગ્યતાના મામલામાં ભારતીય બજારની આવશ્યકતાઓ સાથે મેચ થાય છે. આમાં મોડલ ૩ અને મોડલ રૂ વેરિએન્ટ સામેલ છે.ટેસ્લાના સીઇઓ એલન મસ્કે પહેલા સંકેત આપ્યા હતા કે ભારતની એક ફેક્ટરીમાં જાે તે ગાડીઓને ઇમ્પોર્ટ કરી છે તો તેનાથી બજાર વિશે ખબર પડશે. ઇવી મેકર પહેલાથી જ અહીં ઇમ્પોર્ટ ઇવી પર ટેક્સ કટ કરવા પર ભાર આપી રહી છે, કારણ કે ભારતમાં તે સૌથી વધારે છે. આ મહિનાની શરૂઆતમાં એક એજન્સી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે ભારત સરકારે ઇવી નિર્માતાઓને સ્થાનીય ખરીદમાં તેજી લાવવા માટે ટેક્સ ઓછો કરવાની માગ પર વિચાર કરતા પહેલા ડિટેલ્ડ મેન્યુફૈક્ચરિંગ પ્લાન્સને શેર કરવા જણાવ્યુ છે.ઇવી મેકર્સની ટેક્સ કટની ડિમાન્ડને દેશમાં બીજા ર્ંઈસ્જ તરફથી મિક્ષ પ્રતિસાદ મળ્યો છે. ફૉક્સવેગન અને હ્યુંડઇએ આ ડિમાન્ડનું સમર્થન કર્યુ છે તો મહિન્દ્રાએ ઇમ્પોર્ટ ટેરિફનું રિવ્યૂ કરવાની માગ કરી છે. ટાટા મોટર્સએ અહીં સેન્ટર્સ પાસે બધા ઇલેક્ટ્રીકલ વ્હીકલ મેન્યુફેક્ચરર્સ સાથે એક જ પ્રકારનું વર્તન કરવા માટે કહ્યુ છે. પરંતુ લેટેસ્ટ ર્નિણયને જાેતા ખબર પડે છે કે ટેસ્લા હવે લોન્ચ થવાથી ખૂબ નજીક છે.

Related posts

પાકિસ્તાને મુક્ત કરેલાં માછીમારો નવેમ્બરનાં પ્રથમ સપ્તાહમાં માદરે વતન સોમનાથ પહોંચશે

aapnugujarat

લીંબાળી ગામમાં સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા

editor

ચુડા શહેરી વિસ્તારમાંથી એક સગીર વિદ્યાર્થીનુ ત્રણ અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યું

editor

Leave a Comment

UA-96247877-1