Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશમાં કેમ પડી રહી છે ઑક્સિજન ની તંગી ?

કોરોના કાળમાં દેશમાં ઑક્સિજન માટે દર્દીઓએ વલખાં મારવા પડી રહ્યા છે. દર્દીઓના પરિવારજનો ઑક્સિજન માટે અહીં-તહીં ભટકી રહ્યા છે. સરકારે હૉસ્પિટલોમાં ઑક્સિજન સપ્લાય વધારવા માટે ઉદ્યોગોને ઑક્સિજન આપવા પર રોક લગાવી દીધી છે, જે અંતર્ગત હવે ફક્ત ૯ જરૂરી ઇન્ડસ્ટ્રીને જ ઑક્સિજન સપ્લાય મળી રહ્યો છે. રિલાયન્સ, ટાટા સ્ટીલ, સેલ, જિંદલ સ્ટીલે કોવિડ માટે ઑક્સિજનનો સપ્લાય શરૂ કરી દીધો છે.ખાતર બનાવનારી સહકારી સમિતિ IFFC ઑક્સિજનના પ્લાન્ટ લગાવી રહી છે, જ્યાંથી હૉસ્પિટલોને મફતમાં ઑક્સિજનનો સપ્લાય થશે. સાથે જ જરૂરિયાત પૂર્ણ કરવા માટે ૫૦,૦૦૦ મેટ્રિક ટન મેડિકલ ઑક્સિજન આયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાથી પહેલા લિક્વિડ મેડિકલ ઑક્સિજન એટલે કે ર્ન્સ્ંની માંગ સરેરાશ ૭૦૦ મેટ્રિક ટન પ્રતિદિવસ હતી. કોરોનાની પહેલી લહેરમાં આ માંગ ૨૮૦૦ મેટ્રિક ટન પ્રતિદિવસ થઈ ગઈ છે અને બીજી લહેરમાં ૫ હજાર મેટ્રિક ટન સુધી પહોંચી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે સંપૂર્ણ ક્ષમતા પર ભારતનું રોજનું ઑક્સિજન ઉત્પાદન તેની સપ્લાયથી ઘણું વધારે છે. ૧૨ એપ્રિલના આંકડા પ્રમાણે દેશમાં રોજની ઉત્પાદન ક્ષમતા ૭૨૮૭ મેટ્રિક છે અને રોજનો વપરાશ ૩૮૪૨ મેટ્રિક ટન. તો સમસ્યા ક્યાં છે? દેશમાં મેડિકલ અને ઇન્ડસ્ટ્રિયલ ઑક્સિજનનો વર્તમાન સ્ટોક ૫૦ હજાર મેટ્રિક ટન છે. ઇન્ડસ્ટ્રિયલ ઑક્સિજનને મેડિકલ ગ્રેડમાં પરિવર્તિત કરવામાં ૯૩ ટકા સુધી શુદ્ધ કરવાનું રહે છે, પરંતુ ખરી મુશ્કેલી છે ઑક્સિજનને નિર્ધારિત હૉસ્પિટલો સુધી પહોંચાડવાની.
લિક્વિડ ઑક્સિજનને ટ્રાન્સપોર્ટ કરવા માટે એટલી સંખ્યામાં ક્રાયોજેનિક ટેન્કર ઉપલબ્ધ નથી. સંક્રમણ વધારે છે અને એક સાથે અનેક હૉસ્પિટલોમાં ઑક્સિજનની તંગી છે. અત્યારે દેશમાં સિલેન્ડર અને તેની સાથે ઉપયોગ માટે લાગતા સાધનોની તંગી છે. આ અભાવના કારણે અનેક હૉસ્પિટલોમાં ઑક્સિજન નથી મળી શકી રહ્યું.

Related posts

सीबीआई जांच पर बोले राउत – बिहार चुनाव की वजह से सुशांत की मौत पर राजनीति

editor

વડાપ્રધાન બેંકોને કેમ નથી કહેતા કે મારી પાસેથી પૈસા વસૂલી લે : વિજય માલ્યા

aapnugujarat

રાફેલ બાદ નોટબંધી, દેવા માફીને લઇ ટાઇપો એરર્સ દેખાશે : રાહુલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1