Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાફેલ બાદ નોટબંધી, દેવા માફીને લઇ ટાઇપો એરર્સ દેખાશે : રાહુલ

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સરકાર બનતાની સાથે જ ખેડૂતોની દેવા માફીના નિર્ણય બાદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે મોદી સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે, ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ બે રાજ્યોમાં માત્ર છ કલાકમાં ખેડૂતોની લોન માફી કરી દેવામાં આવી છે. રાહુલે કહ્યું હતું કે જ્યાં સુધી દેશમાં ખેડૂતોની લોન માફી થશે નહીં ત્યાં સુધી વડાપ્રધાનને ઉંઘવા દેવામાં આવશે નહીં. રાહુલે એમ પણ કહ્યું હતું કે, રાફેલ અને અન્ય મુદ્દાઓમાં અનેક ખામીઓ રહેલી છે. રાહુલ ગાંધીએ રાફેલ ડિલમાં જેપીસીની ફરી માંગ કરી હતી. રાહુલે રાફેલ ડિલને લઇને સુપ્રીમના ચુકાદા બાદ થયેલા વિવાદને લઇને પણ વાત કરી હતી. હવે ઘણા બધા ટાઇપો એરર્સ નિકળનાર છે. જેપીસી, રાફેલ પર, દેવા માફી, નોટબંધીમાં પણ ટાઇપો એરર્સ નિકળશે. રાહુલ ગાંધીએ શીખ વિરોધી રમખાણ અને સજ્જનકુમાર સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબ આપ્યા ન હતા. આજે પત્રકારો સાથે વાતચીત કરતા રાહુલે કહ્યું હતું કે, મોદીએ સાડા ચાર વર્ષના ગાળામાં દેશના ગરીબો, કમજોરો, ખેડૂતો, મજુરો અને નાના દુકાનદારોના ખિસ્સામાંથી પૈસા સાડા ત્રણ લાખ કરોડ રૂપિયા લઇને આ પૈસા ૧૦-૨૦ લોકોના ખિસ્સામાં નાંખી દીધા છે. મોદી બે ભારત બનાવી રહ્યા છે જે પૈકી એક મોટા અને અમીર લોકોના અને બીજા ગરીબ લોકોના ભારત બનાવવામાં લાગેલા છે. અમને વચન આપ્યું હતું કે, ૧૦ દિવસમાં દેવા માફી શરૂ થઇ જશે. બે રાજ્યોમાં છ કલાકમાં જ દેવા માફી થઇ ચુકી છે.
મોદી સાડા ચાર વર્ષમાં ખેડૂતોના દેવા માફ કરી શક્યા નથી. કોંગ્રેસની સરકારોએ કલાકોના ગાળામાં જ દેવા માફી કરી દીધી છે. રાફેલ ડિલને લઇને હાલમાં ભારે હોબાળો મચેલો છે. સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરીને કેન્દ્ર સરકારે ચુકાદામાં રહેલી કેટલીક બાબતોને સુધારવા માટે કહ્યું છે. આ પેરેગ્રાફ રાફેલના સંદર્ભમાં સીએજીને માહિતી આપવા, સીએજી રિપોર્ટ અને જેપીસી સાથે સંબંધિત છે. સરકારે કહ્યું છે કે, પેરેગ્રાફમાં કેટલીક ખામીઓ છે. કોર્ટે સીએજી રિપોર્ટની ભાવિ પ્રતિક્રિયા અંગે પણ માહિતી આપી છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં ખોટી માહિતી આપી છે જેના આધાર ચુકાદો આવ્યો છે. કોંગ્રેસે હવે માંગ કરી છે કે, આ ચુકાદાને પરત લેવા પર વિચારણા કરવામાં આવે. સાથે સાથે મોદી સરકાર ઉપર સુપ્રીમ કોર્ટની અવગણના કરવાનો કેસ પણ ચલાવવામાં આવે. રાહુલે શીખ વિરોધી રમખાણોના પ્રશ્ને જવાબો આપ્યા ન હતા. રમખાણ મુદ્દે પ્રશ્નોના જવાબ ટાળતા રાહુલે કહ્યું હતું કે, હાલમાં તેમની પત્રકાર પરિષદ દેવા માફી અને રાફેલ ઉપર છે.

Related posts

આરએસએસ હરિયાણામાં પ્રણવ મુખર્જીના ફાઉન્ડેશનના કામમાં મદદ કરશે

aapnugujarat

રેલ્વેમાં ૧ લાખ અલગ-અલગ પદ માટે ૨ કરોડ અરજી, સરકારની તિજોરી છલકાઈ

aapnugujarat

जमीनी विवाद में फायरिंग, 3 महिलाएं समेत 9 लोगों की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1