Aapnu Gujarat
ટેકનોલોજી

ગુગલે ભારતમાં ૪૫૦ જેટલા કર્મચારીઓ છૂટા કર્યા

ગૂગલમાંથી થોડા સમય પહેલા છટણીના સમાચાર જોવા મળ્યા હતા. ત્યારબાદ ગૂગલે હવે ભારતમાં છટણી શરુ કરી દીધી છે. અહેવાલો પરથી મળતી માહિતી અનુસાર, ગઈકાલે અમેરિકાની મોટી ટેક કંપની ગુગલે ભારતના અલગ અલગ વિભાગમાંથી લગભગ ૪૫૦-૫૦૦ કર્મચારીઓને છૂટા કરી દીધા હતા.
હૈદરાબાદ અને બેંગ્લોરમાં લેવલ ફોર સોફ્ટવેર ડેવલપર્સ, બેક એન્ડ ડેવલપર્સ, ક્લાઉડ એન્જિનિયર્સ અને ડિજિટલ માર્કેટર્સ તરીકે કામ કરતા કેટલાક કર્મચારીઓને છૂટા કરી દેવાના અહેવાલ મળી રહ્યા છે.
અહેવાલો દ્વારા મળતી જાણકારી અનુસાર, ભારતમાં પણ છટણી પ્રક્રિયા મેઈલ મારફતે કરવામાં આવી છે. પહેલા પણ આ રીતે અમેરિકામાંથી કર્મચારીઓની છટણી કરવમાં આવી હતી. હવે ભારતમાં પણ આ જ રીતે પ્રતિક્રિયા જોવા મળી છે.
હજુ ગયા મહિને જ ગૂગલે તેમના ૧૨૦૦૦ કર્મચારીઓને છૂટા કરવા માટેની યોજના લાવ્યું હતું. સુંદર પિચાઈએ આ બાબતની જાણકારી આપતા કહ્યું હતું કે, “આ વાત સાથે જોડાયેલી તમામ બાબતની સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ.”

Related posts

अमेरिका में हुई रिलायंस जियो की 5जी तकनीक की सफल टेस्टिंग

editor

पेटीएम ने 1.7 करोड़ से अधिक दुकानदारों को दिया तोहफा

editor

પોતાના લાભ માટે તમારી જાસૂસી કરી રહ્યું છે ગૂગલ

editor

Leave a Comment

UA-96247877-1