Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં નકલી પાસપોર્ટ બનાવી વિદેશ જનારની ધરપકડ

અમદાવાદમાં નકલી પાસપોર્ટ, અને નકલી વિઝા બનાવી ગેરકાયદે વિદેશ જતા લોકોના અનેક કિસ્સા સામે આવ્યા છે. પરંતુ અમદાવાદમાં નકલી પાસપોર્ટ બનાવીને યુવક દત્તક લઈને વિદેશ પહોંચી જાય છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો બોપલ વિસ્તારમાં રહેતો તુષાર પટેલ નામના યુવક લંડનથી પોતાની પથરીની સારવાર માટે અમદાવાદ પરત આવ્યો હતો તે સમયે ઇમિગ્રેશન અધિકારીને તપાસ દરમિયાન શંકા જતા વધુ પૂછપરછ કરી હતી જેમાં યુવક પોતાનું નામ બદલી નકલી પાસપોર્ટ પર લંડન ગયો હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ યુવકના પાસપોર્ટ પર તે ક્રિશ્ચન હતો અને તેના હાથ પર ઓમ લખેલું હતું જેને કારણે અધિકારીને વધુ શંકા જતાં પોલીસને જાણ કરવામાં આવી હતી જેના આધારે પોલીસે ફરિયાદ નોંધી તુષાર પટેલની ધરપકડ કરી છે.
પોલીસે તુષાર પટેલની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, તુષાર પટેલને તેના કાકાએ દત્તક લીધો હતો અને તુષાર તેના કાકાના ઘરે જ રહેતો હતો. વર્ષ ૨૦૧૯માં તુષારને કેનેડા જવાનું હોવાથી તેને પાસપોર્ટ બનાવડાવ્યો હતો. જે દરમિયાન કેનેડા જવા માટે તુષાર પટેલે રીટાબેન નામની વ્યક્તિનો સંપર્ક કરતા રીટાએ તુષારને કેનેડા નહિ પણ યુકે, લંડન માટે અલગ પાસપોર્ટ બનાવી આપવાનું જણાવ્યું હતું. રીટાબહેને તુષારને પોતાના પુત્ર તરીકે ડોક્યુમેન્ટ બનાવી ક્રિશચન તરીકેનો નવો પાસપોર્ટ બનાવી આપ્યો હતો અને જેના આધારે તુષાર પટેલ માંથી તુષલ મેનેઝેસ તરીકે લંડન મોકલવામાં આવ્યો હતો. એજન્ટ રિટાબહેને નકલી પાસપોર્ટ માટે તુષાર પાસેથી ૩૦ લાખ રૂપિયા પણ લીધા હતા.

Related posts

પે ટીમનું કેવાયસી કરવાના નામે ઠગનાર ટોળકીને સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી

editor

દિયોદરના સામાલા ગામે નર્મદાના નીર વધાવાયા

aapnugujarat

ઇસુદાન ગઢવીની લીબંડી મોટા મંદિર ખાતે મુલાકાત

editor

Leave a Comment

UA-96247877-1