Aapnu Gujarat
ટેકનોલોજી

ભારતીય મૂળના નીલ મોહન હવે યુટ્યુબના સીઇઓ બનશે

યુટ્યુબના સીઇઓ સુસાન વોઝસ્કીએ રાજીનામું આપી દેતા હવે ભારતીયમૂળના વ્યક્તિને આ કંપનીના નવા સીઈઓ તરીકે નિમણૂક આપવાની તૈયારી થઈ ગઈ છે.
યુટ્યુબની મૂળ કંપની આલ્ફાબેટ ઈંકએ આ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે યુટ્યુબ દુનિયાના સૌથી લોકપ્રિય વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પૈકી એક છે. કંપનીએ જણાવ્યું કે ભારતીય મૂળના નીલ મોહન હવે યુટ્યુબના આગામી સીઇઓ બનશે. તેની સાથે જ તે યુટ્યુબના સિનિયર વાઈસ પ્રેસીડેન્ટની ભૂમિકા પણ ભજવશે.
નીલ મોહન હાલમાં યુટ્યુબના ચીફ પ્રોડક્ટ ઓફિસર છે. નીલ મોહન ૨૦૦૭માં ડબલક્લિકના અધિગ્રહણની સાથે ગૂગલ સાથે જોડાયા હતા. તે નવેમ્બર ૨૦૧૫માં યુટ્યુબ સાથે જોડાયા હતા. નીલ મોહનની લિંક્ડઈન પ્રોફાઈલ અનુસાર તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી એમબીએ કર્યું છે અને તેમણે તેમની કારકિર્દીની શરૂઆત એક્સચેંર કંપની સાથે કરી હતી.
ઉલ્લેખનીય છે કે યુટ્યુબની મૂળ કંપની આલ્ફાબેટના સીઇઓ સુંદર પિચાઈ પણ ભારતીય મૂળના છે. ગૂગલની માલિકી પણ આ આલ્ફાબેટ કંપની પાસે જ છે. નીલ મોહનની નિમણૂક સિલિકોન વેલીમાં ભારતીય મૂળના લોકોના વધતા દબદબાને દર્શાવે છે.

Related posts

लोगों की नाराजगी देख व्हाट्सएप ने रोका प्राइवेसी अपडेट का प्लान

editor

માઈક્રોસોફ્ટ તેના કર્મચારીઓનો પગાર બમણો કરશે

aapnugujarat

નિરંકુશ ઇન્ટરનેટ મીડિયા પર લગામ તાણશે સરકાર

editor

Leave a Comment

UA-96247877-1