Aapnu Gujarat
ટેકનોલોજી

નિરંકુશ ઇન્ટરનેટ મીડિયા પર લગામ તાણશે સરકાર

ફેસબુક ટ્‌વીટર તેમજ અન્ય વિદેશી ઇન્ટરનેટ મીડિયા કંપ્નીઓ દ્વારા મનમાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તે સીધી રીતે જ દેશના કાયદા અને કેન્દ્ર સરકારના નિર્દેશો માટે પડકારજનક બની ગયા છે ત્યારે આવી કંપ્નીઓ સામે આકરામાં આકરી કાર્યવાહી ની તૈયારી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહી છે તેવા સંકેતો મળ્યા છે.
આ પ્રકારના વિદેશી પ્લેટફોર્મ પોતાની જાતને સંપૂર્ણ સ્વતંત્ર અને કાયદાથી મુક્ત માનવા લાગ્યા છે ત્યારે તેમને ભારતના કાયદાનું ભાન કરાવવામાં આવશે અને કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધીમાં જે નિયમો જાહેર કરવામાં આવ્યા છે તેનો અમલ થઈ રહ્યો છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે અને જો નહીં થતો હોય તો આવી કંપ્નીઓ સામે ખૂબ જ આકરી કાર્યવાહી કરવામાં આવશે.
આવી કંપનીઓ દ્વારા વાંધાજનક અને વિવાદાસ્પદ પોસ્ટ પર વોચ રાખવા નો ઇનકાર કરી દેવામાં આવ્યો છે અને અન્ય કેટલાક નિયમો નો અમલ પણ કરવામાં આવતો નથી. કેન્દ્ર સરકારે ગત ૨૫મી ફેબ્રુઆરીના રોજ આવી તમામ કંપ્નીઓને ત્રણ મહિનાની અંદર તમામ નિયમોનું પાલન કરવા ની ચેતવણી આપી હતી પરંતુ કંપ્નીઓ દ્વારા તેની અવગણના કરવામાં આવી રહી છે.
હવે કેન્દ્ર સરકારે એવો નિયમ લાવવાની તૈયારી કરી રહી છે જો કોઈ વિવાદાસ્પદ પોસ્ટ મૂકવામાં આવશે તો તેના માટે જે તે કંપ્ની જવાબદાર ગણાશે. સરકાર ની અંદર એક ચોક્કસ વર્ગ એમ માને છે કે આવી કંપ્નીઓ પર લગામ મૂકવી અત્યંત જરૂરી બની ગઈ છે કારણ કે તે લોકો બેફામ રીતે વર્તી રહ્યા છે અને કોઈ જવાબદારીનું ભાન એમને રહ્યું નથી.
વિદેશી ઇન્ટરનેટ મીડિયાની કાર્યશૈલી ની સામે સમાજમાંથી પણ વિરોધનો સૂર પ્રબળ બની રહ્યો છે અને વિપક્ષ પણ આવી કંપનીઓની સામે નારાજ છે ત્યારે કેન્દ્ર સરકાર કેટલાક વખત નવા નિયમો સાથે આવી કંપ્નીઓ પર લગામ નાખવાની તૈયારી કરી રહી છે.

Related posts

ટિકટોક, ઝુમ સહિત ૫૦ એપ્સ દેશની સુરક્ષા સામે જોખમ

editor

ભારતે ૪૩ એપ્સ પર પ્રતિબંધ મૂકતા ડ્રેગન ગિન્નાયું

editor

પોતાના લાભ માટે તમારી જાસૂસી કરી રહ્યું છે ગૂગલ

editor

Leave a Comment

UA-96247877-1