Aapnu Gujarat
ટેકનોલોજી

ટિકટોક, ઝુમ સહિત ૫૦ એપ્સ દેશની સુરક્ષા સામે જોખમ

કેટલીક મોબાઈલ એપ એવી છે જે તમારા જીવનમાં મનોરંજનનો ભાગ બની ચૂકી છે પણ અજાણતા જ આવી એપ્સ ભારતની આંતરિક સુરક્ષા સામે જોખમ ઊભી કરી રહી છે. ભારતની સુરક્ષા એજન્સીઓએ આ મનોરંજન અને ટાઈમ પાસ માટે ઉપયોગમાં લેવાતી ચીની એપ્સ ટિકટોક, હેલો , યુસી બ્રાઉઝર અને ઝુમને દેશ માટે જોખમ ગણાવી છે.ભારતીય સુરક્ષા એજન્સીઓએ ચીનના આવી ૫૦થી વધુ એપ્સની ઓળખ કરી છે જે ભારતની આંતરિક સુરક્ષા માટે ખુબ ખતરનાક છે. સુરક્ષા એજન્સીઓના રિપોર્ટ મુજબ આ એપ્સ દ્વારા દેશ અને સુરક્ષા સંબંધિત મહત્વનો ડેટા ભારત બહાર મોકલવામાં આવી રહ્યો છે. જે મોબાઈલ એપ્સને દેશની સુરક્ષા માટે જોખમ ગણવામાં આવી છે તેમાં ટિકટોક, હેલો , યુસી બ્રાઉઝર અને ઝુમ એપ સામેલ છે. આ ઉપરાંત મહિલાઓ માટે શોપિંગ એપ શિનને પણ સુરક્ષા કારણોસર ખુબ ખતરનાક ગણવામાં આવી છે.
આ મામલે એક એક્સપર્ટનું કહેવું છે કે ટિકટોક, હેલો , યુસી બ્રાઉઝર અને ઝુમને તમે મનોરંજન માટે ઉપયોગમાં લો છો. પરંતુ આ બધી એપ્સ તમારા ફોનના લોકેશન્સ અને તમારા દ્વારા ઉપયોગમાં લેવાતી તમામ એપ્સ અને મહત્વની જાણકારીઓ ચૂપકેથી પોતાની પાસે સ્ટોર કરે છે. આવામાં જેટલી પણ ભારતીય એપનો ઉપયોગ તમે કરો છો તેની એક એક વાત આ કંપનીઓ પોતાની પાસે રાખે છે. જાણકારો માને છે કે ચીનની દરેક કંપનીએ પોતાનો ડેટા ચીની સરકાર સાથે શેર કરવો જરૂરી છે. ચીનની ગુપ્તચર એજન્સીઓ અને ચીની સેના આ ડેટાને લઈને દેશ પર હુમલો કરવાની રણનીતિ તૈયાર કરી શકે છે. અનેક કેસમાં એવું થયું પણ હશે પરંતુ ચીની સરકાર તેની અધિકૃત પુષ્ટિ ક્યારેય કરતી નથી. એક અન્ય અધિકારીએ જણાવ્યું કે દેશમાં ટિકટોક, હેલો , યુસી બ્રાઉઝર અને ઝુમ એપ્સનો ઉપયોગ કરનાર દરેક વ્યક્તિ ચીની સરકારની રડારમાં છે. આવામાં જાણે-અજાણે તમે જેટલા પણ વીડિયો, પોસ્ટ અને વાતચીત કરો છો તે બધી જાણકારીઓ ચીની સર્વરમાં સ્ટોર થાય છે.
જેને ગુપ્તચર એજન્સીઓએ જે પોપ્યુલર એપ્સને સુરક્ષા કારણોસર જોખમી ગણાવી છે તેમાં ટિકટોક ,હેલો,યુસી બ્રાઉઝર, યુસી ન્યૂઝ ,શેર ઈટ ,લાઈકી,૩૬૦ સિક્યુરિટી,ન્યૂઝ ડોગ,શિન, વિગો વીડિયો, વી ચેટ, વીબો, વીબો લાઈવ, ક્લબ ફેક્ટરી જેવી લોકપ્રિય એપ્સ સામેલ છે જે આજે લોકો માટે મનોરંજનનો પર્યાય બની ચુકી છે.

Related posts

સરકારનો આશ્ચર્યજનક નિર્ણય : લેપટોપ, ટેબ્લેટ, કોમ્પ્યુટરની આયાત પર નિયંત્રણ

aapnugujarat

गूगल ने चीन से संबंधित फर्जी यूट्यूब चैनल को हटाया

editor

તહેવારોની સીઝનમાં સ્માર્ટફોન ખરીદવું સસ્તું થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1