Aapnu Gujarat
Uncategorized

૩૫૦૦ કરોડ રૂપિયાના ડ્રગ્સ કેસની તપાસ એનસીબીને સોંપાઇ

ગુજરાતના પોરબંદર દરિયામાંથી મધરાતે કોસ્ટગાર્ડ સહિત સુરક્ષા એજન્સીઓએ પકડેલા ૩૫૦૦ કરોડ રૂપિયા હેરોઇનના જથ્થામાં ચકચારી કેસની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોને તપાસ સોંપવા માટે કેન્દ્ર સરકારે આદેશ કર્યા છે.
એનસીબી, ગુજરાત એટીએસ, સહિત દેશની તમામ સુરક્ષા એજન્સીઓએ હેરોઇનનો જથ્થો મોકલનાર માસ્ટરમાઇન્ડ કોણ છે તેને શોધવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ડી ગેંગ અને આઇએસઆઇના ઇશારે હેરોઇનનો જથ્થો આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જણાવા મળી રહ્યું છે.કોસ્ટ ગાર્ડ, ગુજરાત એટીએસ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ હેરોઇન કબજે કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર એટીએસની ટીમે ઉત્તરપ્રદેશથી ઇરફાન, મુંબઇથી વિશાલ તથા સુરપ્રીત તિવારીની અટકાયત કરી છે. એનસીબીના ડાયરેક્ટર હરિઓમ ગાંધીએ જણાવ્યું છે કે ૩૫૦૦ કરોડ રૂપિયાના ડ્રગ્સ કેસની તપાસ મોડીરાતે એનસીબીને સોંપવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. પકડાયેલા તમામ આરોપીઓનું ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને તેનો માસ્ટરમાઇન્ડ કોણ છે તેનાં મૂળ સુધી પહોંચવામાં આવશે.

Related posts

અમદાવાદમાં કર્ફ્યું વચ્ચે નીકળશે રથયાત્રા

editor

સોમનાથ મહાદેવનાં દર્શન કરી અલ્પેશ ઠાકોરે નવો રાજકીય પક્ષ રચવાના આપ્યા સંકેત

aapnugujarat

પાટણનો પ્રસિદ્ધ સમી તાલુકાનો વરાણાનો મેળો બંધ રાખવાનો થયો નિર્ણય

editor

Leave a Comment

UA-96247877-1