Aapnu Gujarat
Uncategorized

સોમનાથ મહાદેવનાં દર્શન કરી અલ્પેશ ઠાકોરે નવો રાજકીય પક્ષ રચવાના આપ્યા સંકેત

વિધાનસભાની ચૂંટણી પહેલા એસટી-એસટી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોરે રાજનીતિમાં ઉતરવાની જાહેરાત કરી છે. અમદાવાદથી નીકળેલી ઓબીસી એકતા મંચની વિજય સંકલ્પ યાત્રા આજે સોમનાથ મંદિર આવી પહોંચી હતી.
અલ્પેશ ઠાકોરે હજારો કાર્યકરો સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. અલ્પેશ ઠાકોરે ગુજરાતમાં ખેડૂતોને પાણી, બેરોજગારીને રોજગારી મામલે ભાજપ પર આકરા પ્રહાર કર્યાં હતા. અલ્પેશ ઠાકોરે આ સાથે ચીમકી ઉચ્ચારી હતી કે જો ૫૮ દિવસમાં આ મુદ્દાઓ પર ધ્યાન નહીં અપાય તો ગુજરાતમાં ત્રીજો મોરચો રચવામાં આવશે.આગામી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. જેમાં આજે એસસી-એસટી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોરે રાજનીતિમાં ઉતરવાની જાહેરાત કરી છે. અલ્પેશ ઠાકોરે દિગ્ગજ નેતાઓની જેમ અદ્યતન કારના ૧૮૨થી વધુ કાફલા સાથે શોભાયાત્રા કાઢી સોમનાથ મંદિરમાં પુજા અર્ચના કરી ધ્વજારોહણ કર્યું હતું.અલ્પેશ ઠાકોરે હજારો કાર્યકરો સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ કારોબારીની બેઠક યોજી હતી. તેમણે ભાજપ-કોંગ્રેસ સમક્ષ ખેડૂતોને પાણી, બેરોજગારોને રોજગારી અને દારૂબંધીના કડક અમલ સહિતની શરતો મૂકી હતી. તેમણે એમ પણ કહ્યું કે જો આ મુદ્દાઓ પર ધ્યાન નહીં અપાય તો ૫૮ દિવસ બાદ ગુજરાતમાં ત્રીજો મોરચો રચવાની જાહેરાત કરાશે. અલ્પેશે ઠાકોરે ૨૬ જૂને રાજકોટમાં, ૫ જુલાઈએ ઉત્તર ગુજરાતમાં અને ૧૪ જુલાઈએ મધ્ય ગુજરાતમાં મહાસંમેલન યોજી ધારાસભ્યો પાસે હિસાબ માંગવાની જાહેરાત કરી છે. અલ્પેશ ઠાકોરે આ સાથે જ ગુજરાતમાં રામમંદિર બાંધવાની પણ જાહેરાત કરી હતી.

Related posts

ભાવનગર જિલ્લાને પ્રથમ તબક્કામાં આઠ બાદ બીજા તબક્કામાં વધુ ત્રણ મોબાઈલ પશુ વાન અર્પણ કરાઈ

editor

પુત્રએ પિતાનું કાસળ કાઢ્યું

aapnugujarat

કૃતિ- આદિત્ય રોય કપુરની જોડી નવી ફિલ્મમાં ચમકશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1