Aapnu Gujarat
ગુજરાત

સિવિલ રોડ તેમજ ફૂટપાથ પરના દબાણો દુર કરાયા

શહેરના મધ્યઝોનમાં હોળી ચકલા અસારવાથી સિવિલ હોસ્પિટલ રોડ તેમજ ફૂટપાથ ઉપરના ટ્રાફિકને અડચણરૂપ દબાણો દુર કરવા વારંવાર કરવામાં આવેલી તાકીદ છતાં દુર કરવામાં ન આવતા આજે મધ્યઝોન એસ્ટેટની ટીમ દ્વારા આ દબાણો દુર કરી ૨૬૭૫ ચોરસ ફૂટ રસ્તાને ખુલ્લો કરવામાં આવ્યો છે.ઉપરાંત શહેરના ઉત્તરઝોનમાં સૈજપુર વોર્ડમાં બાંધવામાં આવેલા ઈન્ડસ્ટ્રીયલ પ્રકારના બાંધકામને દુર કરવામાં આવ્યું છે.આ અંગે મળતી માહિતી અનુસાર હોળી ચકલાથી ચમનપુરા ચાર રસ્તા તથા સિવિલ હોસ્પિટલ રોડ તેમજ ફૂટપાથ ઉપરના દબાણો ઉપરાંત કાચા કોમર્શીયલ પ્રકારના શેડ,લારી તથા રીક્ષાઓના દબાણો ટ્રાફિક પોલીસની મદદથી એસ્ટેટની ટીમે મજુરો અને દબાણની ગાડીઓની મદદથી દુર કરવામાં આવ્યા છે.મધ્યઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર રમેશ દેસાઈના કહેવા અનુસાર આ કામગીરીમાં અંદાજે ૧૦ જેટલા ગલ્લા-કેબિન,લારી તથા ૬૦ જેટલા અન્ય દબાણો દુર કરીને માલસામાન જપ્ત કરી મ્યુનિ.ગોડાઉનમાં જમા કરાવવામાં આવ્યા છે.આ સાથે જ દબાણ કરનારાઓ પાસેથી રૂપિયા ૩૨૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરી કુલ ૨૬૭૬ ચોરસફૂટ રસ્તો ખુલ્લો કરવામાં આવતા રાહદારીઓ અને સ્થાનિકોએ હાશ અનુભવી છે.આગામી સમયમાં પણ આ પ્રકારે રસ્તાઓ ઉપરના દબાણો દુર કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે.શહેરના ઉત્તર ઝોનના સૈજપુર બોઘા વોર્ડમાં ટી.પી.સ્કીમ નંબર-૪૭ના ફાઈનલ પ્લોટ-૬૮ કે જે પોલીસ ચોકી પાસે તેમજ નેશનલ ઓટોની સામે અજીત એક્ષ્પોર્ટ તરીકે જાણીતુ છે.આ એસ્ટેટમાં મંજુર કરવામાં આવેલા બાંધકામ કરતા વધુ બાંધકામ કરવામાં આવતા નોટિસો આપવામાં આવી હતી.આમ છતાં બાંધકામ દુર કરવામાં ન આવતા આજે ૧૩૦૦ ચોરસફૂટના ઈન્ડસ્ટ્રીયલ પ્રકારના ગેરકાયદે બાંધકામને દુર કરવામાં આવ્યુ હતું.

Related posts

ગાંધીનગર સચિવાલયમાં નોકરીની લાલચ આપી યુવક પાસેથી ૩૭ લાખ પડાવ્યા

aapnugujarat

જામનગરમાં ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટે ૨૦૭ વૃક્ષ કપાશે

editor

જોર્ણક ગુરુ મંદિરના મહંત શ્રી ગિરનારી બાપુ માધવ દાસજી….

aapnugujarat

Leave a Comment

UA-96247877-1