Aapnu Gujarat
ગુજરાત

ઝીકા વાઈરસના રોગને કાબુમાં લેવા અંગે મ્યુનિ. કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું

અમદાવાદ શહેરના બાપુનગરમાં બે અને ગોપાલનગર વિસ્તારમાંથી એક એમ કુલ ત્રણ કેસ ઝીકા વાઈરસના બહાર આવ્યા બાદ આજે વિપક્ષ કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર અને ગંદાપાણીની બોટલો સાથે ગંદકીનું સામ્રાજય દુર કરી ઝીકા વાઈરસના રોગને કાબુમાં લેવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આ અંગે મળતી માહિતી અનુસાર કોંગ્રેસના નેતા દિનેશશર્માની આગેવાની હેઠળ ્‌કોંગ્રેસના કોર્પોરેટરો મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી ખાતે એકઠા થયા હતા.જ્યાં રોગચાળા સંદર્ભમાં સત્તાધારી પક્ષની નિષ્ફળતા દર્શાવતા વિવિધ પોસ્ટરો અને ગંદાપાણીની લાવવામાં આવેલી બોટલો સાથે સૂત્રોચ્ચાર કરતા મેયરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા.જ્યાં મેયરની ગેરહાજરીમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવિણ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.બાદમાં વિપક્ષનેતાએ કહ્યું કે,ગંભીર બેદકારી બાબતે સરકાર અને મ્યુનિ.તંત્રે અમદાવાદના લોકો અને રાજયની જનતાની માફી માંગવી જોઈએ.કરોડો રૂપિયાનો ટેકસ વસુલવામાં આવતો હોવા છતાં રોગચાળાને કારણે ઘણાં લોકો તેનો શિકાર બનવા પામ્યા છે.રોગચાળા બાબતે અધિકારીને પુછવામાં આવ્યું કે શહેરના કયા-કયા વિસ્તારોમાં મચ્છરોનું બ્રીડીંગ થાય છે.તેની પણ તેમની પાસે માહિતી નથી.તંત્ર આ મામલે ઉંઘતુ ઝડપાયું છે.શહેરની અન્ય ખાનગી હોસ્પિટલો અને દવાખાનામાં આવા કેટલાય કેસ હશે જેની તંત્રને ખબર જ નથી.રોગચાળાએ માઝા મુકી છે તેવા સમયે ડોર ટુ ડોર સર્વે કરી યુધ્ધના ધોરણે કામગીરી કરવી જોઈએ.રસ્તાઓનું સમારકામ કરી ગંદકીનું સામ્રાજય દુર થાય તેવી કાર્યવાહી કરવા અમારી માંગણી છે.કમનસીબે તંત્રને કેન્દ્ર સ્થાને રહેલા છેવાડાના માનવીની ચિંતા હોય એમ લાગતુ નથી.શહેરની શાળાઓ અને તમામ જાહેર સ્થળોએ તેમજ ઝીકા વાઈરસના કેસો જયાં પોઝેટિવ જણાયા છે એવા તમામ સ્થળોએ અસરકારક કાર્યવાહી કરાવવાની અમારી રજુઆત છે.જો તંત્ર દ્વારા આ બાબતમાં દુર્લક્ષ સેવવામાં આવશે તો તે અંગેની તમામ જવાબદારી તંત્રની રહેશે.ઝીકા વાઈરસ સહીતના તમામ રોગના કેસને નિયંત્રણમાં લાવવા તાકીદ કરવામાં આવી છે.

Related posts

અમદાવાદીઓ મતદાન કરવા સજ્જ

aapnugujarat

હિંમતનગરના ચાર યુવાનોને ઉદયપુર પાસે નડ્યો અકસ્માત

aapnugujarat

હવે લોભામણી સ્કીમોની લાલચ આપી છેતરનારા સામે કાર્યવાહી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1