રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા ટૂંક સમયમાં એક રૂપિયાની નવી નોટનું સર્કુલેટ કરવાનું શરૂ કરી શકે છે. સાથે જ એક રૂપિયાની જૂની નોટ અને સિક્કાઓ પહેલાની જેમ જ માર્કેટમાં ચાલશે.
મોદી સરકારે ગયા વર્ષે ૮ નવેમ્બરના ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ બેન કરી દીધી હતી. ૫૦૦ની નવી નોટો ફરી માર્કેટમાં આવી અને તેની સાથે જ ૨૦૦૦ની નોટ પણ ચલણમાં આવી. ૧ રૂપિયાની નવી નોટોને સરકાર પ્રિન્ટ કરશે અને તેનો રંગ પિંક-ગ્રીન હશે. નોટ પર એક રૂપિયાના સિક્કાનું પેટર્ન હશે. રિઝર્વ બેંકે એક પ્રેસ રિલીઝની મદદથી આ અંગેની જાણકારી આપી છે. અત્યાર સુધી ૧ રૂપિયાની નોટને સરકાર જાહેર કરતી હતી, આ વખતે પહેલી વખત રિઝર્વ બેંક આ કામ કરશે.રિઝર્વ બેંક તરફથી જણાવવામાં આવ્યુ કે, કોઇનએજ એક્ટ ૨૦૧૧ની હેઠળ આ નોટોને કાનૂની માન્યતા મળશે.આ નોટો પર ઇકોનૉમિક અફેયર્સ સેક્રેટરી શંશિકાત દાસ હસ્તાક્ષર કરશે.