Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં પોસ્ટરમાં જ છે AAP, અમારી જીત થશે: CM ભૂપેન્દ્ર પટેલ

આ વર્ષના અંતે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ચૂંટણીમાં ભાજપની જીત પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ પહેલા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળતો હતો. જોકે, આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. તાજેતરમાં પંજાબમાં જીત બાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચૂંટણી લડવા ઉત્સાહિત છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ, આમ આદમી પાર્ટી શું, કોઇ પણ પાર્ટી ચૂંટણી લડી શકે છે. આ લોકતંત્રનો ભાગ છે. વાત જ્યારે ભાજપની આવે છે તો કોઇ પણ પાર્ટીનો જાદૂ નહી ચાલી શકે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન પણ આમ આદમી પાર્ટી વિશે વધારી-ચઢાવીને વાતો કરવામાં આવી હતી. ભાજપના 41માંથી 44 બેઠક જીત્યા બાદ તેમના સપના ચકનાચૂર થઇ ગયા હતા.

ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે આમ આદમી પાર્ટી માત્ર પોસ્ટર પર ચૂંટણી લડશે, તેમણે કહ્યુ, જનતાએ વિચારી લીધુ છે કે ગુજરાતમાં વિપક્ષને પસંદગીની બેઠકો જ આપવામાં આવશે, પછી કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, થોડી બેઠકથી જ તેમણે સંતોષ કરવો પડશે. હજુ પણ રાજ્યના લોકો ભાજપને પસંદ કરે છે. અમે સતત જનતા માટે કામ કરતા રહીશુ. અમારો ટ્રેક રેકોર્ડ બતાવે છે કે જનતાની પ્રથમ પસંદ ભારતીય જનતા પાર્ટી છે અને છઠ્ઠી વખત લોકોની સેવાની તક મળશે.

Related posts

वैष्णव देवी सर्कल के निकट हिट एन्ड रन : एक की मौत

aapnugujarat

ડાંગમાં પરેશ ધાનાણીની અટકાયત

editor

હિંમતનગર નગરપાલિકાએ પ્લે સ્કૂલને સીલ માર્યું

editor

Leave a Comment

UA-96247877-1