Aapnu Gujarat
ગુજરાત

રાજસ્થાનમાં પણ રાજસ્થાન દિવસનો આવો ભવ્ય કાર્યક્રમ સુરત જેવો નહીં યોજાયો હોય – સી.આર.પાટીલ

સુરત ખાતે 27 માર્ચ 2022 ના રોજ રાજસ્થાન મહાસભા દ્વારા રાજસ્થાન દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે “મ્હારો માન રાજસ્થાન” કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.

પાટીલે આ પ્રોગ્રામમાં જણાવ્યું કે, મહારાણા પ્રતાપનું માત્ર નામ લેવાથી રોમ રોમ જાગી ઉઠે છે.આજે પણ આપણે માત્ર મહારાણા પ્રતાપનું નામ સાંભળીએ તો જુસ્સો આવી જાય છે તો કેટલી તાકાત હશે તે મહાન વ્યક્તિમાં ?. દેશમાં સૌથી વધુ શુરવીરો રાજસ્થાનથી આગળ આવ્યા છે.

દેશની રક્ષા માટે કુરબાની આપવી તે રાજસ્થાનનો ઇતિહાસ રહ્યો છે. રાજસ્થાનના રાજપુતોએ કયારેય રણના મેદાનમાં કયારેય પીઢ દેખાડી નથી તેઓ શહિદ થયા પરંતુ પીઢ દેખાડી ક્યારેય ભાગ્યા નથી.આ ઇતિહાસ કોઇ બદલી ન શકે ન તો કોઇ ઇતિહાસની બરાબરી કરી શકે. આજે અંહી મોટી સંખ્યામાં રાજસ્થાનના ભાઇ-બહેનો ઉપસ્થિત થયા છે તે રાજસ્થાનની તાકાત બતાવે છે.

આ ઇતિહાસને આજે આખો દેશ જોઇ રહ્યો છે. પાટીલ એ વધુમાં જણાવ્યું કે, રાજસ્થાનના ભાઇ-બહેનો જે મોટી સંખ્યામાં અંહી ઉપસ્થિત છે તેમના માટે રાજસ્થાન જન્મભૂમિ હશે પરંતુ ગુજરાતએ કર્મભૂમી છે. અને કર્મભૂમી એ જન્મભૂમીથી મોટી હોય.

એક સંત દ્વારા જણાવેલી વાતને રજૂ કરતા કહ્યુ કે આપણા દેશના લોકો જયારે અન્ય રાજય કે વિદેશમાં જાય ત્યારે તેમની સંસ્કૃતિને સાથે લઇ જાય છે કેમ કે સંસ્કૃતિ તેમને ઇમાનદારી શિખવાળે છે. ગુજરાતના વિકાસમાં રાજસ્થાનના ભાઇ-બહેનોનો મહત્વનો ફાળો છે. આ ભવ્ય કાર્યક્રમ યોજવા બદલ રાજસ્થાન સમાજના આગેવાનોનો આભાર માન્યો.

Related posts

छोटा उदेपुर में ९ इंच से ज्यादा बारिश : चौतरफा पानी ही पानी

aapnugujarat

દિવાળી પહેલા અમદાવાદમાં જોરદાર ખરીદીનો માહોલ

aapnugujarat

ભૂજ, ભરૂચ, પંચમહાલ અને વલસાડના ગામોનો ચૂંટણી બહિષ્કાર

editor

Leave a Comment

UA-96247877-1