Aapnu Gujarat
ગુજરાત

આજે ૨૮ માર્ચ…આજથી ૯૨ વર્ષ પહેલા દાંડીયાત્રા સુરત જીલ્લામાં પ્રવેશી હતી : આજે પણ ગામના લોકો આ દિવસને ભૂલ્યા નથી

અમદાવાદ સાબરમતીથી નીકળેલી યાત્રા અસલાલી,નવાગામ,માતર,નડીયાદ,આણદ,બોરસદ,કંકાપુર,કારેલી,અણખ ,આમોદ,સમણી,દેરોલ,અંકલેશ્વર, માંગરોળ થઇ સુરત જીલ્લામાં પ્રવેશ કર્યો હતો. સુરત જીલ્લાનું પહેલું ગામ એટલે ઉમરાછી ગામ ..આ ગામે સાંજે કીમ નદી પર વાંસનો પુલ બનાવી બાપુ સહિત સત્યાગ્રહીઓ ગામમાં આવ્યા હતા જ્યાં તેમનું સ્વાગત મીઠુંબેન પીતીત, ડો. સુમંત, કાનજીભાઈ દેસાઈ, કલ્યાણજીભાઈ, કુંવરજીભાઈ અને ભજનિક ઉમેદરામે કર્યું હતું.ગાંધીજી એ ગ્રામજનો સાથે રોટલા અને ચણાનું શાક આરોગ્યા બાદ રાત્રે સભા સંબોધી હતી … ઓલપાડ તાલુકાનું ઉમરાછી ગામ કીમ નદીના કિનારે આવેલું ગામ છે .આ ગામમાં ૨૮ માર્ચે મહાત્મા ગાંધી સહીત સત્યાગ્રહી આવ્યા ત્યારે તેમના સ્વાગત માટે આખું ગામ અધીરું બન્યું હતું.કીમ નદીમાં વાંસનો પુલ બનાવી સત્યાગ્રહી ગામમાં આવ્યા હતા. બાપુએ ગામના કુવામાંથી પાણી પીધું અને ગ્રામજનો સાથે ભોજન લીધું અને રાત્રે સભા સંબોધી હતી.બાપુના પાવન પગલા ગામમાં પડતા ગ્રામજનો ખુશખુશાલ હતા. આજે પણ ઉમરાછી ગામના લોકો ૨૮ માર્ચના દિવસને ભૂલી શક્યા નથી. ગામની શાળામાં શાળાના શિક્ષકો સોથી પહેલા બાપુનું લોકપ્રિય ભજન વૈષ્ણવ જન તો તેને કહીએ પીઢ પરાઈ જાણે રે ગાવામાં આવે છે. આજે ઉમરાછી ગામના વડીલો કહે છે કે તેમના બાપ દાદા ૨૮ માર્ચ ૧૯૩૦ માં બાપુ ગામમાં રોકાયા હતા,અહિંસાના પુંજારી મહાત્મા ગાંધીના વિચારોને આજે પણ ગામના લોકો પ્રેરણારૂપ માને છે ગામના વડીલો કહે અમે પણ ગાંધીને જોયા નથી તો પછી આજની નવી પેઢી ને શું ખબર પણ અમારા ગામમાં બાપુની યાદમાં સ્મારક,લાઈબ્રેરી અને બાપુની પ્રતિમા લગાવવામાં આવી છે.સત્યના પ્રયોગો અને અહિંસાના પુજારી બાપુના સ્મરણો અમારા ગામ સાથે જોડાયેલા છે.અમારા ગામના જુના લોકો હોય કે આજના યુવાનો ૨૮ માર્ચ ને હમેશા યાદ રાખીએ છીએ કેમકે બાપુની એ હુંકાર કાગડા,કુતરાના મોતે મરીશ પણ સ્વરાજ હ લીધા વગર પાછો નહિ ફરું.દેશની આઝાદીમાં પોતાની જિંદગી અર્પણ કરનાર બાપુને કોટી કોટી વંદન.. ઉમરાછી ગામે રાત્રી રોકાણ બાદ આ દાંડી યાત્રા સુરત જીલ્લાના ભટગામ,દેલાડ,છાપરાભાઠા,વાંઝ થઇ નવસારીના દાંડી ગામે પોહચી હતી અને મહાત્મા ગાંધીએ ચપટી મીઠું ઉપાડી અંગ્રેજોના પાયા હચમચાવી નાખ્યા હતા.

Related posts

FRDI से बैंक रकम को कभी भी लूट लिया जाएगा : अजय माकन

aapnugujarat

अहमदाबाद : स्वाइन फ्लू से ओर २ की मौत, मृतांक १७ हुआ

aapnugujarat

અમદાવાદમાં તીન તલાકના કાયદાનો વિરોધ, માર્ગ પર ઉતરી મુસ્લિમ મહિલાઓ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1