Aapnu Gujarat
ગુજરાત

શિક્ષણ મંત્રીએ પરીક્ષા કેન્દ્રમાં જઈ કર્યું વ્યવસ્થાનું નિરીક્ષણ, વિદ્યાર્થીઓને આપી શુભેચ્છાઓ

સમગ્ર રાજ્યમાં તા.28 માર્ચ 2022 થી ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આરંભ થઇ ગયો છે આ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવવા માટે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી ગાંધીનગર ખાતે પરીક્ષા કેન્દ્રની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને પરીક્ષાઓનો શુભારંભ શિક્ષણ મંત્રીએ કરાવ્યો હતો. આ સાથે જ તેમને બોર્ડની પરીક્ષાઓની શુભકામનાઆ આપી હતી. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય ને લઈને તેમને આ મેસેજ આપ્યો હતો. આ સાથે જ તેમને વિદ્યાર્થીઓને મોં મીઠુ કરાવ્યું હતું.

આ દરમિયાન જીતુ વાઘાણી એ વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, પરીક્ષાનો ભય કોઈ પણ જાતનો રાખવો નહીં, પહેલા વાલીઓ શાળાએ મુકવા નહોતા આવતા. વાલીઓ અત્યારે આવે છે જે સારી વાત છે પરંતુ વાલીઓ ચિંતામાં હોય તો બાળકો પર આ ભાર રહે છે. પરીક્ષાનું તમામ સુચારું આયોજન કરવામાં આવ્યું છે. તેવું જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓને આશ્વાસન આપતા જણાવ્યું હતું. આ સાથે જ તેમને પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષામાં કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે તેનું જાત નિરીક્ષણ કર્યું હતું.

આજથી બોર્ડની પરીક્ષાનો રાજ્યમાં પ્રારંભ થયો છે. ત્યારે 1625 પરીક્ષા કેન્દ્રો પરથી 14,98,430 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 12 સાયન્સની વાત કરવામાં આવે તો 12 સાયન્સમાં 1.8 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4.22 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

Related posts

વિજ કંપનીઓના કર્મીઓનો પગાર તફાવત રકમ ચુકવવા નિર્ણય

aapnugujarat

अतिरिक्त ऑक्सीजन दिए जाने पर मरीज की मौत

aapnugujarat

વિરમગામ આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ગરબા ગાઇને સિઝનલ ફ્લુની જનજાગૃતિ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1