Aapnu Gujarat
ગુજરાત

વન વિભાગનું પેપર લીક નથી થયું તેવું પોલીસ તપાસમાં સામે આવ્યું, પરીક્ષા રદ નહીં થાય

વન વિભાગની પરીક્ષાને લઈને મહેસાણા જિલ્લામાં ગેર રીતીનો જે મામલો સામે આવ્યો હતો. જેમાં પરીક્ષાર્થીઓ માટે રાહતના સમાચાર છે. માત્ર આ સેન્ટર પર પેપર નો ફોટો પાડવામાં આવ્યો હતો. પરીક્ષા રદ નથી થાય તેવું મહેસાણા પોલીસે કહ્યું હતું. જો કે ગઈ કાલે આ વાતને લઈને ખળભળાટ ચમી ગયો હતો.

કોપી કેસ મામલે 8ની અટકાયત કરવામાં આવ્યું હતું. પોલીસે પુરાવાઓ એકત્રિત કરવા માટે પ્રક્રિયા હાથ ધરી હતી. આન્સર કી સળગાવી દેવા મામને પણ ફરીયાદ માટેની કલમો ઉમેરાશે. પેપર ફૂટ્યુ નથી પરંતુ વિદ્યાર્થીઓને ફાયદો થાય તે માટે મોબાઈલમાં પેપરનો ફોટો પાડવામાં આવ્યો હતો.

પરીક્ષાર્થીઓને ફાયદો કરવાનો આ કારસો હતો. સોલ કરેલા પેપરનો પરીક્ષાર્થીઓને ફાયદો કરવા મામલે આ બધુ કરાયું હોવાનું સામે આવ્યુ છે. આ મામલે પોલીસ કોપી રાઈટ, ઠગાઈ વગેરે મામલે ફરીયાદ દાખલ કરી છે. જેથી 4.5 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ એ 300થી વધુ જગ્યા પર આ પરીક્ષા આપી હતી તેમના માટે આ રાહતના સમાચારા કહી શકાય. 12 વાગે પેપર શરુ થયુ એ બાદ કોઈકે તેનો ફોટો લઈને બહાર શેર કર્યો હતો.

Related posts

મુખ્યપ્રધાન રૂપાણીનો મહત્વનો નિર્ણય, ભાડૂઆતો બનશે માલિક

editor

सरकारी वाहन में ३ पुलिसकर्मी जुआ खेलते हुए गिरफ्तार हुए

aapnugujarat

शहर में सिनियर सीटिजनो के खिलाफ ३६२ गुनाह दर्ज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1