Aapnu Gujarat
ગુજરાત

દિવાળી પહેલા અમદાવાદમાં જોરદાર ખરીદીનો માહોલ

દિવાળી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જોરદાર ખરીદીનો માહોલ જામી ગયો છે. નોટબંધી અને જીએસટી જેવા બે મોટા આર્થિક સુધારા દેશમાં અમલી કરવામાં આવ્યા બાદ પણ હવે મુખ્ય ખરીદીમાં લોકો વ્યસ્ત બની ગયા છે. કોઇ પણ પ્રતિકુળ સંજોગોની અસર હવે લોકો પર દેખાઇ રહી નથી. નોટબંધી અને જીએસટી બાદ આર્થિક મંદીના માહોલમાં પણ ખરીદીનો માહોલ જામતા કારોબારીના ચહેરા પર રોનક આવી ગઇ છે. આજે ધનતેરસના દિવસે પણ જોરદાર ખરીદી રહી હતી. હાલમાં અમદાવાદના મુખ્ય બજારોમાં ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળી હતી. લોકો કલાકો સુધી અટવાઈ પડ્યા હતા. અમદાવાદ શહેરમાં મુખ્ય ગણાતા બજારોમાં વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. જેથી કામથી નીકળેલા લોકોને અટવાઈ પડવાની ફરજ પડી હતી. આજે બપોરના ગાળામાં ઈન્કમટેક્સથી કાળુપુર તરફ જતા માર્ગ અને રાયપુર, ખાડીયા સહિતના વિસ્તારોમાં મુખ્ય ભીડ જામી હતી કારણ કે આ બજારોમાં જ મુખ્ય દિવાળીની ખરીદી લોકો દ્વારા કરવામાં આવે છે. લાલદરવાજા, ત્રણ દરવાજા સહિતના વિસ્તારોમાં લોકો લાખોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઈન્કમટેક્સથી કાળુપુર તરફ જતા માર્ગો દિલ્હી દરવાજા ખાતે બપોરથી જ લોકોની હાલાત કફોડી બની હતી. છેક દિલ્હી દરવાજાથી લઈને ઈન્કમટેક્સ સુધી વાહનોની લાંબી લાઈનો લાગી હતી. જેથી અટવાઈ પડેલા લોકોને વચ્ચેથી નીકળવાની પણ તક મળી ન હતી. તમામ રસ્તા પર ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. દિલ્હી દરવાજા વિસ્તારમાં ફટાકડાની મુખ્ય દુકાનો આવેલી છે. આ દુકાનોમાં ખરીદી માટે દર વર્ષે પરંપરાગત રીતે દિવાળી પર્વના એક બે દિવસ પહેલાથી જ ખરીદીનો માહોલ જામે છે. આવી સ્થિતિ હવે શરૂ થઈ ગઈ છે. આ સ્થિતિ હવે યથાવત રહે તેમ માનવામાં આવે છે. રાયખડ વિસ્તારમાં પણ ફટાકડાના મુખ્ય બજારો છે. ફટાકડાના ભાવ આસમાને હોવા છતાં બાળકો ખરીદી માટે તેમના માતા-પિતા સાથે ઉમટી રહ્યા છે. બીજી બાજુ દુકાનદારો અને કારોબારીઓ પણ જુદા જુદા પ્રકારના આકર્ષક ફટાકડાઓના વેચાણમાં વ્યસ્ત બન્યા છે. કાળુપુર, મસ્તકી માર્કેટ, ખાડીયા, રાયપુર, દિલ્હી દરવાજા સહિતના વિસ્તારો આગામી બે ત્રણ દિવસ દરમિયાન આજ સ્થિતિમાં રહે તેમ માનવામાં આવે છે. નાના કારોબારીઓ પણ ખુલ્લા રસ્તામાં જંગી વેચાણ કરી રહ્યા છે. રાત્રે પણ મોડી રાત સુધી માહોલ ખરીદીનો જામી રહ્યો છે.

Related posts

जिंदगी सवारने के लिए मुस्लिम लडकियों ने शुरु किया पुताई काम, परिवार ने दिया सपोर्ट

aapnugujarat

ત્રણેક વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

editor

મોબાઇલ પોકેટ કોપ એપને મળેલો ફિક્કી સ્માર્ટ એવોર્ડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1