Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગર નગરપાલિકાએ પ્લે સ્કૂલને સીલ માર્યું

સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગર મહાવીરનગર વિસ્તારમાં આવેલ ઉમિયા વિજય સોસાયટી રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર મકાન બાંધી પાડવામાં આવ્યું હતું, જે ખાનગી મકાનમાં અરોમા પ્લે સ્કુલ ચાલતી હતી જે અનુસંધાને હિંમતનગરના જાગૃત નાગરિક જયરામભાઈ દેસાઈએ નગરપાલિકામાં છેલ્લા બે વર્ષથી ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે લેખિત રજૂઆત વારંવાર કરેલ હતી જે અનુસંધાને હિંમતનગર નગરપાલિકા સ્થળ તપાસ કરી જમીનની માપણી કરાવી હિંમતનગર નગરપાલિકાની મંજૂરી વિના બાંધી પાડવામાં આવેલ મકાન ગેરકાયદેસર દબાણ જાહેર થતાં હિંમતનગર નગરપાલિકાએ તે મકાન ને સીલ મારી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આ બાબતે અરજદાર જયરામ દેસાઈએ જણાવ્યું હતું કે હિંમતનગર નગરપાલિકા ગેરકાયદેસર દબાણ જાહેર કરેલ હોવા છતાં પણ દબાણ દૂર કરેલ નથી અને અરજદારનો સંતોષ મળી રહે તે માટે ફક્ત અને ફક્ત ખાનગી મકાનમાં ચાલતી સ્કૂલને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે હવે લોકો પાલિકા ઉપર પણ આક્ષેપો કહી રહ્યા છે હવે આવનારા દિવસોમાં જોવું રહ્યું કે હિંમતનગર નગરપાલિકા દ્વારા કેટલા સમય અંતરે ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં સફળ રહે છે તે આવનારા દિવસોમાં જોવું રહ્યું.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

રાજદ્રોહ કેસ : હાર્દિક સહિત ત્રણ લોકોની વિરૂદ્ધ ચાર્જફ્રેમ

aapnugujarat

ઇશરત જહાં કેસ : વણઝારા, અમીનની વિરૂદ્ધ ખટલો નહીં

aapnugujarat

ભાવનગરની સેવાભાવી સંસ્થા ‘રામવાડી’નું ઉત્તમ કામ

editor

Leave a Comment

UA-96247877-1