Aapnu Gujarat
Uncategorized

જામકંડોરણા ખાતે આવેલી શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંકુલમા સુરક્ષા સેતુ કાર્યક્રમ

આધુનિક સમયમાં મહિલા સશક્તિ કરણ અંતર્ગત સરકાર દ્વારા મહિલાના હિતનું રક્ષણ કરવા આવી રહ્યું છે ત્યારે જામકંડોરણા ખાતે ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાના માર્ગદર્શન હેઠળ ચાલતી શ્રી સરદાર પટેલ સંકુલ ખાતે અભ્યાસ કરતી ધો.9 થી કોલેજ સુધી આશરે 500 વધુ વિદ્યાર્થીનીઓને 11 દિવસ દરરોજ 2 કલાક સેલ્ફ ડિફેન્સ કરાટે જુડોની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ જામકંડોરણા પોલીસ સ્ટેશન તથા નિર્ભયા ચેરીટેબલ ટ્રસ્ટ જામકંડોરણા સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ સયુંકત ઉપક્રમે શરૂ કરવામાં આવેલ છે .બહેનો માટે સ્વરક્ષણ બેઝિક તાલીમ ૧૧ દિવસીય કાર્યક્રમ છે

જેમાં ધો .9 થી કોલેજની વિદ્યાર્થિનીઓને સ્વબચાવ કેવી રીતે કરવો તેની ટ્રેનીંગ આપવામાં આવી રહી છે.રાજકોટ ગ્રામ્ય પોલીસ  અધિક્ષક બલરામ મીણાના આયોજન નીચે સમગ્ર તાલીમનું સંચાલન મયુર ચૌહાણ રણજીત ચૌહાણ અને કેવલ વાઘેલાએ શાળાની બાળાઓને પોતાનો સ્વબચાવ , સ્વરક્ષણ કરવા માટેના કૌશલ્યો શીખવા આવી રહ્યા છે આ તાલીમમા જૂડો કરાટે લાઠી દાવ એન્ગ્રી મુવમેન્ટ સહીતની તાલીમ આપવામાં આવી રહી છે

Related posts

અમદાવાદમાં કોરોના કહેર,ખાનગી હોસ્પિટલના બેડ દર્દીઓથી ભરાયા

editor

વટવા ઔદ્યોગિક વસાહતમાં વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું

editor

‘સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસ વાહન જપ્ત કે દંડ કરી શકે નહીં’ : હાઇકોર્ટ

editor

Leave a Comment

UA-96247877-1