Aapnu Gujarat
Uncategorized

ભારતીય જનતા પાર્ટી અ.જા મોરચાના દ્વારા સંત શિરોમણી રોહિદાસજીની ૬૪૫મી જન્મ જયંતીની કરાઈ ઉજવણી

વિશ્વ વંદનીય સંત શિરોમણી રોહિદાસજીની ૬૪૫મી જન્મ જયંતી નિમિત્તે ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશભરમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અનુસુચિત જાતિ મોરચા દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં ઠેર ઠેકાણે કરવામાં આવેલ ઉજવણીના અંતર્ગત આજે મહેસાણા ખાતે ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ડૉ.આંબેડકર  હૉલ ખાતે પુષ્પાંજલિ કાયૅક્રમ યોજાયો.જેમાં રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને ભાજપ મહામંત્રીશ્રી રજનીભાઈ પટેલ, જીલ્લા પ્રમુખ જશુભાઈ પટેલ, જીલ્લા પ્રભારી શ્રીમતિ અનિતાબેન પરમાર, જીલ્લા મહામંત્રી ડૉ.જે.એફ.ચૌધરી, પૂર્વ મંત્રીશ્રી ઈશ્વરભાઈ મકવાણા, જીલ્લા મંત્રીશ્રી જે.એમ.ચૌહાણ, રંજનબેન પરમાર ઉપરાંત મહેસાણા નગરપાલિકાના કૉર્પોરેટશ્રીઓ, પદાધિકારીઓ અને હોદેદારો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આજના કાર્યક્રમની શરૂઆતમાં મંચસ્થ મહાનુભાવો દ્વારા સંત શ્રી રોહિદાસજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતુ

ત્યારબાદ મહેસાણા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખશ્રી ઉજમભાઈ પરમાર દ્વારા પધારેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતુ તેમજ મોરચાના હોદેદારો દ્વારા મંચસ્થ મહાનુભાવોનુ ફુલહાર તથા શાલ ઓઢાડીને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે ઉપસ્થિત આજના કાયૅક્રમમાં મુખ્ય મહેમાન રજનીભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં સંતશ્રી રવિદાસને 14મી સદીના સામાજિક સમરસતાના પ્રણેતા અને મહાન સંત વિભૂતિ કહીને તેમના જીવનના કેટલાક મહત્વના પ્રસંગોને યાદ કર્યા હતા.આ પ્રસંગે મહેસાણા જિલ્લા બીજેપી અધ્યક્ષ  જશુભાઈ પટેલે કાશીનગરના વિદ્વાન સંતને યાદ કરી તેમણે સામાજિક સમરસતાના હિમાયતી સંત રવિદાસને યાદ કરી નમન કર્યા હતા.આજના કાર્યક્રમના મુખ્ય વક્તા અને પૂર્વ મંત્રી ઈશ્વરભાઈ મકવાણાએ પોતાના વક્તવ્યમાં ભારતના સંતોમાં શિરોમણીનું બિરુદ સંત રવિદાસને મળ્યું હોવાનું જણાવી તેમને ગુરુ રામાનન્દ ઉપરાંત સંત કબીર વગેરે સંતોને યાદ કરી તેમને નિભાવેલી સામાજિક સમરસતાની ભૂમિકાને યાદ કરી હતી.મહેસાણા જિલ્લા અનુ.જાતિ ના પ્રભારી અનિતાબેન પરમારે રોહિદાસજીએ આપણી આધ્યાતમિકતાનું તેજ પુંજ હોવાનું જણાવી મેવાડની રાણી મીરાએ ગુરુ બનાવ્યાની વાત કરી હતી.

આજના કાર્યક્રમમાં ઇન્ચાર્જશ્રી જગદીશભાઈ શ્રીમાળી,સહ ઇન્ચાર્જ સુરેશભાઈ  પરમાર,મહેશભાઈ રાણા તેમજ દાતાશ્રીઓનું આજના વિશેષ સન્માન કરવામાં આવ્યું હતુ. આજના પ્રસંગે જિલ્લા ભાજપ અ. જા. મોરચાના મહામંત્રીશ્રીઓ જગદીશભાઈ શ્રીમાળી તથા કૃણાલભાઈ સુતરીયા, ચંદ્રકાન્તભાઈ રાવત, અરવિંદભાઈ ગાંધી ઉપરાંત મોરચાના કારોબારી સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.    

Related posts

લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ ટ્રસ્ટ, સણોસરા મુકામે કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયાની હાજરીમાં ખેડુતો માટે  ‘‘નયા ભારત મંથન-સંકલ્પ સે સિધ્ધિ’’ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

रांचरडा गांव में स्थित एक फार्म हाउस में बापूनगर के युवक की रहस्यमय मौत हुई

aapnugujarat

રાજકોટની મહાત્મા ગાંધી સ્કૂલ બંધ કરવાના નિર્ણય સામે પીઆઈએલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1