Aapnu Gujarat
Uncategorized

કેશોદ તાલુકામાં પોલીસ દ્વારા ડીટેઈન કરવામાં આવેલા વાહનો માંથી ઇંધણ તેમજ વાહનો માંથી અન્ય વસ્તુઓ ચોરી કરવાની ઘટનાનો પર્દાફાશ

કેશોદ પોલીસ દ્વારા અલગ-અલગ ગુનાઓમાં ડીટેઈન કરવામાં આવેલા વાહનોને એસટી બસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં રાખવામાં આવી રહ્યા છે પરંતુ તે વાહનો માંથી ઘણા સમયથી ઇંધણની તેમજ બેટરીઓ અને અન્ય વસ્તુઓની ચોરીઓ થઇ રહી છે.જયારે આ મામલે અમારા સવાદદાતા દ્વારા એસટી વિભાગને જાણ કરતા એસટી વિભાગના અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કર્યા હતા તેઓ દ્વારા એવું જણાવાયું કે RTO કે પોલીસ વાહનો મૂકી અમોને કોઈ જાણ કરતા નથી અને અમારા ચોકીદારો તેની ચોકીદારી કરતા નથી

.ત્યાર બાદ પોલીસ વિભાગને જાણ કરવામાં આવતા પોલીસ વિભાગ દ્વારા કોઈ ચોક્કસ જવાબ ન આપવામાં આવતા તંત્રની પોલંપોલ સામે આવી છે. ત્યારે ભવિષ્યમાં ઇંધણની જગ્યા પર જો વાહનની ચોરી થશે જવાબદાર કોણ એસટી વિભાગ કે પોલીસ તંત્ર? જયારે આ મામલે અમારા સવાદદાતા દ્વારા પોલીસ અધિકારીને સવાલ પૂછતા તેમણે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં પુરતી જગ્યા ન હોવાથી તમામ વાહનો એસટી બસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં રાખવાની ફરજ પડી રહી છે ત્યારે સરકાર પણ કુંભકરણ માફક સુઈ રહી હોય તેવું લાગી રહ્યું છે એક બાજુ મસ મોટી વિકાસની વાતો કરવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ કેશોદ પોલીસ સ્ટેશન જગ્યાના અભાવથી લાચારી સેવી રહ્યું છે

Related posts

જામકંડોરણા ખાતે આવેલી શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંકુલમા સુરક્ષા સેતુ કાર્યક્રમ

editor

બેરાજામાં માતા – પુત્રીના કૂવામાં પડી જતા મોત

editor

વિજાપુર બવાહીર વ્હોરા સમાજનો દીકરો ઓનલાઇન ડીજીટલ સ્ટોરી ટેલેન્ટ ની સ્પર્ધા માં પ્રથમ આવ્યો

editor

Leave a Comment

UA-96247877-1