Aapnu Gujarat
Uncategorized

૧૭૧ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી

ભાવનગરના જાણીતા ઉદ્યોગપતિ શ્રી જયંતભાઈ વાનાણીનાં પિતાશ્રી સ્વ નાનાલાલ વાનાણીનાં સ્મરણાર્થે શિશુવિહાર સંસ્થામાં ૪૨૯મો નેત્રયજ્ઞ યોજાઈ ગયો.તેમજ શ્રી હર્ષાબહેન મહેન્દ્રભાઈ શાહનાં(ભાવનગર) સૌજન્યથી  ૪૩૦ મો નેત્રયજ્ઞ તારીખ.૨૮ જાન્યુઆરીએ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો.ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં ૧૭૧ દર્દીઓની આંખ તપાસ ડૉ શ્રી. જગદીશભાઈ મહેતાની ટીમ દ્વારા કરવામાં આવી.

જે તમામને શિશુવિહાર પરિસરમાં ડૉ. શ્રીમતી મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા-નાસ્તો તથા બપોરે ભોજન બાદ કેટ્રેક સર્જરી માટે  ૨૦ દર્દીઓને ૧૫ એટેડન સાથે ખાસ બસમાં વીરનગર લઈ જવામાં આવ્યા.આ પ્રસંગે શ્રી હર્ષાબહેન મહેન્દ્રભાઈ શાહનાં સૌજન્ય થી ૪૩૦માં પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં ૧૫ દર્દી અને ૧૫ એટેડનને તા.૩૧ જાન્યુઆરીનાં રોજ વીરનગર લઇ જવામાં આવશે..દર્દી દેવોભવની ભાવનાથી વર્ષ ૧૯૬૮ થી ચાલતા પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના તમામ કાર્યકરોએ સેવા આપી હતી.

Related posts

सुशांत सुसाइड मामले में महेश भट्ट से हुई पूछताछ

editor

એજ્યુકેશન એકેડેમીમાં તગડી ફી વસુલતા હોવાની ઉઠી બુમરાડ

editor

અમરેલીના ખેડૂતે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1