Aapnu Gujarat
ગુજરાત

વેરાવળમાં પોલીસ પરિવારની મહિલાઓ ગ્રેડ-પે વધારવાની માંગણી સાથે રસ્‍તા પર ઉતરી

મહેન્દ્ર ટાંક, ગીર-સોમનાથ

રસ્‍તા પર સુત્રોચ્‍ચાર કરી રહેલ પોલીસ પરીવારની મહિલાઓપોલીસ સ્‍ટેશનની સામે જ ચોકમાં રસ્‍તા પર ઉતરી મહિલાઓએ વિરોધ નોંધાવતા ટ્રાફીક જામ થયોપોલીસ અધિકારીઓએ મહિલાઓને સમજાવતા મામલો શાંત પડ્યોરાજયભરમાં પોલીસ ગ્રેડ-પે મામલે ઠેર-ઠેર આંદોલન ચાલી રહ્યુ છે. ત્યારે આ આંદોલન હવે ગીર-સોમનાથ જિલ્લામાં પણ શરૂ થયુ છે. જિલ્‍લામથક વેરાવળના મુખ્‍ય પોલીસ સ્‍ટેશન સામે પાટણ દરવાજા ચોક સ્‍થાનીક પોલીસ પરીવારની મહિલાઓ મોટી સંખ્‍યામાં રસ્તા પર ઉતરી ગ્રેડ-પે મામલે સુત્રોચ્‍ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. જેના પગલે ટ્રાફીક જામ થઇ જતા વેરાવળ-સોમનાથ વચ્‍ચેનો વાહન વ્‍યવહાર એકાદ કલાક સુધી ખોરવાયો હતો. ત્યારે પોલીસ અધિકારીઓ દ્વારા મહિલાઓને સમજાવટના પ્રયાસ કર્યા બાદ વિરોધ પ્રદર્શન શાંત પડયુ હતું. સમગ્ર રાજયમાં પોલીસ જવાનોનો ગ્રેડ-પે વધારવાની માંગણીને લઇ લડત શરૂ થઇ છે. જે અંર્તગત આજે બુધવારે રાજયના અનેક શહેરોમાં સુત્રોચ્‍ચાર-વિરોધ પ્રદર્શનનો થયાનું સામે આવ્યું છે. આ દરમિયાના આજે બુધવારે સમી સાંજે જિલ્‍લામથક વેરાવળમાં પણ લડતને ટેકો આપતુ વિરોધ પ્રદર્શન પોલીસ જવાનના પરીવારની મહિલાઓએ કર્યુ હતું. જેમાં સાંજના સાડા છ વાગ્‍યે શહેરના મુખ્‍ય પોલીસ સ્‍ટેશનની સામે જ પાટણ દરવાજા ચોકમાં સ્‍થાનીક પોલીસ પરીવારની મહિલાઓ મોટી સંખ્‍યામાં એકત્ર થઇ રસ્તા પર ઉતરી ગ્રેડ-પે +પોલીસ જવાનોનો હક છે…..ગ્રેડ-પે ની માંગણી પુરી કરો…. જેવા સુત્રોચ્‍ચાર કરી એકાદ કલાક સુધી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.પોલીસ પરિવારની મહિલાઓના વિરોધને પગલે એકાદ કલાક સુધી જોડીયા વેરાવળ-સોમનાથનો વાહન વ્‍યવહાર ખોરવાઇ ગયો હતો. જેના પગલે દોડી આવેલા પોલીસ અધિકારી ડી.ડી.પરમાર દ્વારા મહિલાઓને સમજાવવાના પ્રયાસ કરી મામલો શાંત પાડયો હતો.આ તકે સુત્રોચ્‍ચાર કરી રહેલી મહિલાઓએ રાજય સરકારને વિનંતી કરતા જણાવ્યું હતું કે, પોલીસ વિભાગમાં વર્ષોથી જુનો ગ્રેડ-પે અમલમાં હોવાથી તેમાં વધારો કરવો સમયની જરૂરીયાત છે. કારણ કે, સરકારના અન્‍ય વિભાગોમાં કામ કરતા સરકારી કર્મચારીઓનો પોલીસ કરતા ઘણો ઉંચો ગ્રેડ-પે છે. પોલીસ જવાનો રાત-દિવસ જોયા વગર શિસ્‍તબંધ રીતે ફરજ બજાવે છે ત્‍યારે તેઓની લાગણી સમજીને ગ્રેડ-પે વધારવાની માંગણી સત્‍વરે માની લેવા લાગણી વ્‍યકત કરી હતી.

Related posts

अहमदाबाद-वडोदरा एक्सप्रेस हाईवे पर सड़क हादसे में एक परिवार के पांच लोगों की मौत

aapnugujarat

दिव्यपथ स्कूल की बस और ट्रक के बीच सड़क दुर्घटना

aapnugujarat

હિંમતનગર સિવિલમાં હોબાળો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1