Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગર સિવિલમાં હોબાળો

સાબરકાંઠા જિલ્લામાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ સિવિલ હોસ્પિટલ કે જેમાં છેવાડાનો ગરીબ માનવી પણ તેનો લાભ લઈ શકે અને અમીર માણસ પણ લાભ લઇ શકે પણ તંત્રની બેદરકારીના કારણે સિવિલના દર્દીઓ ભોગ બની રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દર્દી તથા દર્દીઓના સગાઓને આપવામાં આવતા ભોજનમાં જીવડું નીકળતા સિવિલમાં ભારે હંગામો મચ્યો હતો. સ્થાનિક દર્દીઓનું માનવું છે કે કિચન વિભાગમાં શું ખરેખર યોગ્ય કાળજી લેવામાં નહીં આવતી હોય તો જ આવી ઘટના બની શકે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો. રસોઈ બનાવતા સમયે જીવડું ક્યાંથી આવ્યું તે પણ તપાસનો વિષય બની ગયો છે. આ અંગે ખોરાક અને ઔષધ વિભાગ દ્વારા તંત્ર ઉપર કયા પ્રકારના પગલા લેવામાં આવશે અને સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ આ ઘટનાને પગલે કયા પ્રકારના પગલા લેશે સિવિલ હોસ્પિટલના દર્દીઓ તથા દર્દીઓના સગા જો જીવડા યુક્ત ખોરાક આરોગે તો દર્દીઓને પણ સ્વાસ્થ્ય સાથે મોટું જોખમ ઊભું થઈ શકે તેમ છે તો જવાબદાર કોણ ? હવે જોવું રહ્યું કે તંત્ર દ્વારા કયા પ્રકારના પગલાં સિવિલ હોસ્પિટલના કેન્ટીન વિભાગ તથા ભોજનાલયમાં કયા પ્રકારના પગલા લેવાશે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

જેલોમાં ૧૦૦ નવા વાયરલેસ સેટ ગોઠવી દેવાનો નિર્ણય થયો

aapnugujarat

ગુજરાત : યુવા અસંતુષ્ટોની પણ ચાવીરૂપ ભૂમિકા હશે

aapnugujarat

ભાવનગર ખાતે એક અનોખા રાસ – ગરબાના કાર્યક્રમનું આયોજન

editor

Leave a Comment

UA-96247877-1