Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠા એલસીબીએ જંગી માત્રામાં દારૂ ઝડપ્યો

સાબરકાંઠા જિલ્લા એલસીબી ટીમ રાત્રિ દરમિયાન ગાંભોઇ તથા તલોદ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળતી માહિતી મુજબ ભિલોડાથી હિંમતનગર તરફ એક સફેદ કલરની સ્વીફ્ટ ડિઝાયર કાર આવી રહી છે જેમાં વિદેશી ઇંગ્લિશ દારૂ તથા બિયરનો જથ્થો ભરેલ છે. પોલીસે ગાંભોઇ પાસેના ગામડી ગામની સીમમાં નાકાબંધી કરી હતી અને વાહન ચેકિંગ દરમિયાન એક નંબર વગરની કાર આવતા કારચાલક અંધારાનો લાભ લઇ ત્યાંથી નાસી છૂટયો હતો. પોલીસે ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટી ઇંગલિશ દારૂ તથા બિયર નંગ ૪૮૦ જેની કિંમત રૂ . ૫૨,૮૦૦/-તથા સ્વીફ્ટ ડિઝાયર કાર કિંમત રૂપિયા ૨,૫૨,૮૦૦/-નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી નંબર પ્લેટ વગરની કારચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે. બીજા એક બનાવમાં સાબરકાંઠા જિલ્લાના તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાતમીને આધારે રોઝડ ચાર રસ્તાથી ધનસુરા જતા રોડ ઉપર બોલેરો ગાડી નંબર બોલેરો ગાડી જી.જે.૦૯.બી.જી.૨૨૪૬ તથા નંબર વગરની સિલ્વર કલરની ફોર્ડ ફિગો ગાડીમાંથી તપાસ કરતાં વિદેશી ઇંગ્લિશ દારૂ તથા બિયર મળી આવતા પોલીસે મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

केन्द्र के ग्रामीण विकास विभाग द्वारा गुजरात को दो अवोर्ड मिले

aapnugujarat

અમદાવાદમાં એક કલાકમાં સરેરાશ ૨૦૦ નાગરિકો પાસપોર્ટ માંગી રહ્યા છે

aapnugujarat

સાવરકુંડલા અને લીલીયા તાલુકામાં ખેતીવાડીની વિવિધ સહાય માટે 29781 ખેડૂતોએ અરજી કરી હતી.

aapnugujarat

Leave a Comment

UA-96247877-1