Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં એક કલાકમાં સરેરાશ ૨૦૦ નાગરિકો પાસપોર્ટ માંગી રહ્યા છે

કોરોના મહામારીએ દેશ અને દુનિયામાં તમામ ગતિવિધીઓને બ્રેક મારી દીધી હતી. હવે ભારત અને કેટલાક દેશોમાં કોરોના મહામારી થોડી કાબુ થઇ છે અને જનજીવન પણ ધીમે ધીમે પાટે ચડી રહ્યું છે ત્યારે લોકોને ફરી વખત ઉડવાની ઈચ્છા થઇ રહી છે. કોવિડ ૧૯ના કારણે વિમાનોની યાત્રાઓ અને વિદેશ પ્રવાસ પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. જે પ્રતિબંધ હવે હટાવી લેવાયો છે. ટ્રાવેલ રીસ્ટ્રીકશનમાં છૂટ આપવામાં આવી કે તરત જ અમદાવાદની રીજનલ પાસપોર્ટ ઓફિસમાં આ વર્ષે માર્ચ મહિનામાં ૫૬,૯૨૪ પાસપોર્ટ અરજીઓ મળી છે. જે કોરોનાકાળ પહેલાની તુલનાએ ત્રણ ગણી છે. આમ સરેરાશ એક કલાકમાં ૨૦૦ લોકો પાસપોર્ટ માગી રહ્યા છે.
કોરોનાકાળ પહેલા માર્ચ ૨૦૧૯માં ૫૫૦૦૦ પાસપોર્ટ માટેની અરજીઓ મળી હતી. જે કોવિડ-૧૯ના સમયમાં એટલેકે માર્ચ ૨૦૨૦માં ઘટીને ૩૪,૮૦૦ થઇ હતી. માર્ચ ૨૦૨૧માં આ ૩૯,૭૦૦ અરજીઓ મળી હતી અને હવે ટ્રાવેલ માટે છૂટ મળતા માર્ચ ૨૦૨૨માં ૫૬,૯૨૪ અરજીઓ પ્રાપ્ત થઇ છે. એક અંગ્રેજી અખબારને રીજનલ પાસપોર્ટ ઓફીસના અધિકારી વ્રેન મિશ્રાએ પાસપોર્ટ માટેની અરજીઓમાં થયેલા વધારા વિશે વાત કરતા જણાવ્યું હતું કે, આખા દેશમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં વધારો થયો છે. દેશમાં માર્ચ ૨૦૨૨ સુધીમાં ૧૨.૮૦ લાખથી વધુ અરજીઓ આવી છે. જે લોકો વિદેશમાં તેના સ્નેહીઓને મળવા જઈ શક્યા નથી તેઓ હવે પ્રતિબંધ ઉઠાવાતા એકબીજાને મળવા માટે વિદેશ જઈ રહ્યા છે. સાથે સાથે સમર વેકેશન માટે પણ લોકો વિદેશની પસંદગી કરી રહ્યા છે અને તેના માટે સતત પાસપોર્ટ અરજીમાં વધારો થઇ રહ્યો છે ઉપરાંત વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જઈ રહ્યા છે. આવેલી અરજીઓમાંથી ૪૦ ટકા વિદ્યાર્થીઓની અરજીઓ છે, જેઓ વિદેશ જુદા જુદા કોર્સ માટે જઈ રહ્યા હોવાનું અધિકારીએ ઉમેર્યું હતું.
વધુ વાત કરતા અધિકારીએ જણાવ્યું હતું કે અમદાવાદ રીજનલ ઓફિસમાં કર્મચારીઓ રજાના દિવસોમાં પણ કામ કરી રહ્યા છે અને તેમને એક દિવસમાં ૧૫૦૦થી વધુ અરજીઓનો નિકાલ કરવાની કોશિશ કરી રહ્યા છે. આરપીઓનાં એપ્લિકેશન ડેટા અનુસાર, પાસપોર્ટ અરજીઓ જાન્યુઆરી ૨૦૨૨માં લગભગ ૩૯,૦૦૦ પ્રાપ્ત થઈ હતી. તે વધીને ફેબ્રુઆરીમાં લગભગ ૪૫,૫૦૦ થઈ ગઈ. જે ૨૦૧૯ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં અનુક્રમે લગભગ ૫૭,૦૦૦ અને ૫૩,૦૦૦ અરજીઓ પ્રાપ્ત થઈ હતી.

Related posts

ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ગાંધીનગર ખાતે શરૂ

aapnugujarat

નશા માટે ઉપયોગમાં લેવાતી કફ સીરપનો જથ્થો જપ્ત

aapnugujarat

શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજ્યંતિ નિમિત્તે વાઘાણી સહિતના નેતાઓએ વૃક્ષારોપણ કર્યું

editor

Leave a Comment

UA-96247877-1