Aapnu Gujarat
ગુજરાત

ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ગાંધીનગર ખાતે શરૂ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ચાવીરુપ ભૂમિકા અદા કરીને પાટીદાર સમુદાય દ્વારા તેમની તાકાત દર્શાવવામાં આવ્યા બાદ હવે બિઝનેસના મોરચે પણ ફરી એકવાર પાટીદારોની તાકાત દેખાઈ રહી છે. પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ બિઝનેસ સમિટની શરૂઆત થઇ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આની વિધિવતરીતે દિપપ્રાગટ્ય કરીને શરૂઆત કરાવી હતી. ત્રણ દિવસ સમિટમાં ૩૦થી વધુ દેશોના ૧૦૦૦૦થી પણ વધારે પાટીદાર નાના મોટા ઉદ્યોગપતિઓ ભાગ લઇ રહ્યા છે. પાટીદાર સમુદાયના સભ્યો દ્વારા રચવામાં આવેલી સંસ્થા સરદાર ધામ વિશ્વ પાટીદાર કેન્દ્ર દ્વારા આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, મહેસુલમંત્રી કૌશિક પટેલ, ઉર્જા મંત્રી સૌરભ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીયમંત્રી સુરેશ પ્રભુએ વિડિયો મારફતે પોતાનો સંદેશ આપ્યો હતો. આંતરરાષ્ટ્રીય કક્ષાની ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં દેશ અને દુનિયામાં છવાયેલા ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા છે. સમિટના પ્રથમ દિવસે આજે ઝાયડસ કેડિલાના પંકજ પટેલ, યુએસએમાં સક્રિય રહેલા વિઠ્ઠલભાઈ ધડુક, કિરણ પટેલ, સુઝલોનના તુલસી તંતીએ પ્રાસંગિક પ્રવચન આપ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ આ વખતે તેઓ પહોંચી શક્યા નથી. સમિટમાં ડાયમંડ એક્સપોર્ટર ગોવિંદ ઢોલકિયા પણ ઉપસ્થિત રહ્યા છે. આ કાર્યક્રમમાં ત્રણ દિવસ દરમિયાન ૫૦૦થી પણ વધુ સ્ટોલ બિઝનેસ નેટવર્ક અને એક્ઝીબિશનમાં રાખવામાં આવ્યા છે. એમઓયુ ઉપરાંત ઇન્વેસ્ટમેન્ટ કટિબદ્ધતા, સમિટમાં પાટીદાર સમુદાયના યુવાનો માટે સ્કીલ ડેવલપમેન્ટ તથા ટ્રેનિગં માટેના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી શકે છે. રોજગારી વધારવા ઉપર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે. બિઝનેસ સમિટમાં પણ પાટીદાર પાવર સ્પષ્ટપણે તમામનું ધ્યાન હવે ત્રણ દિવસ સુધી ખેંચનાર છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે પાટીદાર સમુદાયના લોકોએ સરકારની વિરુદ્ધમાં પણ મતદાન કર્યું હતું. યુવાનોમાં બેરોજગારીને લઇને પાટીદાર સમુદાયના લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી.

Related posts

अमूल द्वारा दूध खरीद मूल्य में प्रति किलो फैट पर १० रुपये की वृद्धि

aapnugujarat

મુખ્યપ્રધાન વિજય રૂપાણી આવતીકાલે ઇઝરાયેલ પહોંચશે

aapnugujarat

વ્યારામાં આઝાદી બાદ પહેલીવાર ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1