Aapnu Gujarat
ગુજરાત

વ્યારામાં આઝાદી બાદ પહેલીવાર ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સૌથી વધુ બેઠકોનો રેકોર્ડ તોડ્યો છે. ત્યારે ભાજપ માટે આ બહુમત કરતા પણ સૌથી મહત્વની જીત વ્યારાની કહી શકાય. કારણ કે, ભાજપે પહેલીવાર વ્યારામા જીતનો સ્વાદ ચાખ્યો છે. આઝાદી બાદ વ્યારામાં ક્યારેય કમળ ખીલ્યુ ન હતું, આ બેઠક કોંગ્રેસ પાસે જ રહી હતી. ત્યારે પહેલીવાર ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી છે. જેનુ શ્રેય પ્રધાનમંત્રી મોદીને જાય છે. ચૂંટણી પ્રચારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દક્ષિણ ગુજરાત પર વધુ ફોકસ કર્યુ હતું અને અહીથી જ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. ત્યારે આ મહેનત પીએમ મોદીને ફળી છે. કારણ કે, વ્યારામાં આઝાદી બાદ પહેલીવાર કમળ ખીલ્યું છે. આઝાદી બાદથી અથાગ મહેનત છતાં ભાજપને ક્યારેય વ્યારામાં બહુમત મળી ન હતી. ભાજપ હંમેશાથી વ્યારામાં સત્તાથી દૂર રહી હતી. પરંતું ૨૦૨૨ ની ચૂંટણીમાં પરિવર્તન થયું છે, અને વ્યારામાં ભાજપે જીતનો સ્વાદ ચાખ્યો છે.
વ્યારા ૧૭૧ બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર મોહન કોંકણી ૨૨ રાઉન્ડના અંતે ૨૨૧૨૦ લીડથી જીત્યા છે. ખાસ વાત તો એ છે કે, વ્યારામા કોંગ્રેસના ઉમેદવાર હાંસિયામાં ધકેલાયા છે. આઝાદી બાદ ભાજપે પ્રથમવાર જીત કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું છે. પરંતું વ્યારા બેઠક પર આમ આદમી પાર્ટી બીજા ક્રમે રહી છે. મોહન કોંકણીએ આપના બિપીનચંદ્ર ચૌધરીને હરાવ્યા છે. તો કોંગ્રેસના ઉમેદવાર ત્રીજા ક્રમે રહ્યાં છે.
૨૦ વર્ષમાં પહેલી વખત ગુજરાતમાં ભાજપે વ્યારાથી ખ્રિસ્તી ઉમેદવાર મોહન કોંકણીને ટિકિટ આપીને મોટો દાવ રમ્યો હતો. ભાજપાએ મોહન કોકણીને આ સીટ પર કોંગ્રેસનાં પુનાજી ગામીતની સામે ઊભા રાખેલ છે. જે આ સીટથી ૪ વખત વિધાયક બન્યા હતા. ત્યારે ભાજપને આ દાવ ફળ્યો છે. કારણ કે,મોહન કોંકણીએ પુનાજી ગામીતનો કિલ્લો ધ્વસ્ત કર્યો છે.
વ્યારા વિધાનસભા બેઠક પરથી ભાજપની ચૂંટણી લડવાની વાત કરીએ તો, ભાજપ છેક ૧૯૯૦થી અત્યાર સુધીમાં યોજાયેલી તમામ વિધાનસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવારને વ્યારા બેઠક પરથી ચૂંટણીનાં મેદાનમાં ઉતારી ચૂક્યું છે. જોકે ભાજપને ગુજરાતમાં ૨૭ વર્ષનાં શાસન બાદ પણ વ્યારા બેઠક પર હજુ સુધી જીતનો સ્વાદ ચાખવા મળ્યો નથી.
૨૦૧૭ના વિધાનસભા જંગમાં કોંગ્રેસના પુનાજી ગામીતને કુલ ૮૮,૫૭૬ મત મળ્યા હતા. જ્યારે, ભાજપના અરવિંદ ચૌધરીને ૬૪,૧૬૨ મતો મળ્યા હતા. એટલે ભાજપના ઉમેદવાર ૨૪ હજરાથી વધુ મતે હાર્યા હતા.
૨૦૧૨માં કોંગ્રેસના પુનાજી ગામીતને કુલ ૭૩,૧૩૮ મતો મળ્યા હતા. જ્યારે, ભાજપના પ્રતાપભાઈ ગામીતને કુલ ૫૯,૫૮૨ મતો મળ્યા હતા. ૨૦૧૨માં પુનાજી ગામીત ૧૩,૫૫૬ મતે જીત્યા હતા.

Related posts

કડીની હોસ્ટેલમાં રહેતી છાત્રા પર દુષ્કર્મ

aapnugujarat

Hare Krishna Mandir, Bhadaj’s 4th annual PATOTSAV FESTIVAL – Day 3

aapnugujarat

સુરત માં ગ્રાહક કોર્ટ નો ચૂકાદો, 68 હજાર નો ક્લેઈમ ગ્રાહક ને ચૂકવવા આદેશ કરાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1